ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાતમાં બાળ તસ્કરી કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો, બાળકને જમીનમાં……

પાટણ, 1 ડિસેમ્બર, પાટણમાં બોગસ તબીબ અને બાળ તસ્કરીના કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ કેસમાં થયેલા નવા ઘટસ્ફોટથી ખળભળાટ મચી ગયો છે. બાળ તસ્કરી કેસમાં વધુ બે નામ સામે આવી રહ્યા છે. સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર અને સાથે રૂપસંગ ઠાકોરની પૂછપરછ કરવામાં આવી ત્યારે આ નવા નામ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ડીસામાં આવેલી ખાનગી હોસ્પિટલમાં બાળ તસ્કરી થઈ હોવાનો ખુલાસો થયો છે. ચોંકાવનારી વાત એ છે કે, એક વર્ષ થઈ ગયું હોવા છતાં પણ હજૂ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

પાટણમાં આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મામલે આરોપીઓની પૂછપરછમાં વધુ એક બાળક અંગે ખુલાસો થયો છે. આરોપીઓએ એક બાળકને જમીનમાં દાટ્યું હોવાની ચોંકાવનારી કબૂલાત કરી છે. બાળ તસ્કરી કેસમાં નરેશ દેસાઈ અને ધીરેન ઠાકોરનું નામ ખુલ્યું છે. નરેશ દેસાઈ બોગસ ડોક્ટર તરીકે કામ કરતો હતો અને ધીરેન ઠાકોર પહેલા ખાનગી હોસ્પિટલમાં કામ કરતો હતો. બંને આરોપીની SOGએ અટકાયત કરી વધુ તપાસ શરુ કરી છે. પોલીસ ઘટના સ્થળે કાર્યવાહી કરી રહી છે.

એક વર્ષથી ડીસા પોલીસે ડીએનએનો ટેસ્ટ એફએસએલમાં મોકલ્યો છે, જેની હજી પણ રાહ જોઈ રહીં છે. ડિલિવરી બાદ બાળકને વેચી દેવાની ઘટના છતાં ચાર આરોપીઓ સામે એક વર્ષ બાદ પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એક વર્ષથી પોલીસ એફએસએલના રિપોર્ટની રાહ જોઈ રહી છે. એફએસએલનો રિપોર્ટ આવે ત્યારબાદ કાર્યવાહી થશે. પોલીસની કામગીરી સામે પણ અત્યારે અનેક પ્રકારના સવાલ થઈ રહ્યાં છે.

ગઇકાલે પોલીસે બાળક વેચાણના મુદ્દે થરાની સહકાર હોસ્પિટલમાં કામ કરતા રૂપસંગજી ઠાકોરની અટકાયત કરી હતી. બાળ તસ્કરી કેસમાં અટકાયતના 24 કલાક બાદ રૂપસંગજીને કોર્ટમાં રજુ કર્યો હતો અને SOG પોલીસે રૂપસંગજીના રિમાન્ડની માગણી કરી છે. ત્યારે પાટણ કોર્ટ દ્વારા રૂપસંગજીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને સાથે જ બાળકના માતા પિતા કોણ છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

આરોપી સુરેશ ઠાકોરના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપી સુરેશ ઠાકોરને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગ કરી હતી. SOG પોલીસે 5 દિવસ રિમાન્ડ દરમ્યાન આરોપીની પૂછપરછ કરી હતી. બીજી તરફ પાટણના ચકચારી બાળ તસ્કરી કેસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે. બાળ તસ્કરીમાં વધુ એક મહિલાની ભૂમિકા સામે આવી હતી. સુરેશ ઠાકોર બાદ વધુ એક મહિલાની ભૂમિકા સામે આવી હતી. શિલ્પા ઠાકોરે સુરેશ ઠાકોરને મદદ કર્યાનું ખુલ્યું હતું. શિલ્પા ઠાકોર પણ બાળ તસ્કરીમાં સામેલ હોવાનું ખુલ્યું હતું.

આ પણ વાંચો…રાજ્યની તમામ હોસ્પિટલોએ ૧૨ માર્ચ ૨૦૨૫ સુધીમાં ફરજિયાત આ કામ કરી લેવુંઃ જાણો શું છે નવો નિર્દેશ?

Back to top button