WMOનો ચોંકાવનારો રિપોર્ટ, દરિયાના જળસ્તરમાં સતત વધારો, શું ડૂબી જશે બધા દેશો ?
- WMOએ સ્ટેટ ઑફ ધ ગ્લોબલ ક્લાઈમેટ 2022નો રિપોર્ટ જાહેર કર્યો
- 2022માં જ લગભગ 1.3 મીટર એટલે કે 51 ઈંચ સુધી હિમનદી પીગળી
- સદીના અંત સુધીમાં મહાસાગરોનું પાણીનું સ્તર 20 થી 39 ઇંચ વધી શકે છે
વિશ્વની હવામાનને લઈને ચિંતામાં વધારો થયો છે. સંયુક્ત રાષ્ટ્રની હવામાન એજન્સી – વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (WMO) એ 2022 સિઝનનું તેનું મૂલ્યાંકન બહાર પાડ્યું છે. WMOએ કહ્યું છે કે હવામાનની દ્રષ્ટિએ 2022 એટલું ખરાબ વર્ષ હતું કે એવું લાગતું હતું કે લોકો તેના કારણે અવ્યવસ્થાનો શિકાર બની ગયા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2022માં આખું વિશ્વ જીવલેણ પૂર, દુષ્કાળ અને ગરમીના મોજા સામે લડી રહ્યું છે.
#ClimateChange shocks increased in 2022. Ocean heat and sea level rise at record levels. Antarctic sea ice hit a new low. Extreme glacier melt in Europe. #StateOfClimate report highlights the huge socio-economic cost of droughts, floods, and heatwaves.????https://t.co/yipNQtrK12 pic.twitter.com/Vnrbe9M8Xl
— World Meteorological Organization (@WMO) April 21, 2023
કાર્બન ડાયોક્સાઇડ અને મિથેનનું પ્રમાણ વધારો
WMOના સ્ટેટ ઑફ ધ ગ્લોબલ ક્લાઈમેટ 2022ના રિપોર્ટ અનુસાર, વિશ્વભરના મહાસાગરોની ગરમી અને એસિડિટી તેના રેકોર્ડ ઉચ્ચ સ્તરે હતી અને એન્ટાર્કટિક સમુદ્રી બરફ અને યુરોપની હિમનદી તેમના રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગઈ હતી. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક સ્તરે દરિયાનું જળસ્તર વધ્યું છે. આ સાથે, હવામાં હીટ-ટ્રેપિંગ કાર્બન ડાયોક્સાઇડ અને મિથેનનું પ્રમાણ આધુનિક રેકોર્ડ્સમાં સૌથી વધુ નોંધાયેલું છે.
2022માં હિમનદીઓ એટલા ઇંચ પીગળી
વિશ્વમાં હવામાનની સ્થિતિ ચકાસવા માટે વૈજ્ઞાનિકો દ્વારા ચકાસાયેલ હિમનદીઓ 2022માં જ લગભગ 1.3 મીટર એટલે કે 51 ઈંચ સુધી પીગળી ગઈ છે. આ સાથે ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે સ્વિટ્ઝર્લેન્ડની હિમનદીમાં પણ ઉનાળાની ઋતુમાં બિલકુલ બરફ બચ્યો નથી.
Currently presenting the latest State of the Global Climate 2022 report @WMO key climate indicators Palais des nations UNOG Geneva pic.twitter.com/0py7PiXlc5
— Prof Petteri Taalas (@WMOUNHQ) April 21, 2023
સદીના અંત સુધીમાં એટલા ઇંચ જળસ્તર વધશે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દરિયાનું જળસ્તર 1990ના દાયકાની સરખામણીમાં બમણું ઝડપથી વધી રહ્યું છે. WMOના મહાસચિવ પીટરી તાલસે કહ્યું કે ઝડપથી પીગળી રહેલ હિમનદીને કારણે આ સદીના અંત સુધીમાં મહાસાગરોનું પાણીનું સ્તર 20 થી 39 ઇંચ (એકથી દોઢ મીટર) વધી શકે છે.
WMOના મહાસચિવ પીટરી તાલસે આવું કહ્યું
તેમણે ચેતવણી આપી હતી કે કાર્બન અને અન્ય ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જન પર નિયંત્રણો હોવા છતાં, હવામાનની પેટર્ન અને તમામ પરિમાણોમાં નકારાત્મક ફેરફારો 2060 સુધી ચાલુ રહી શકે છે. તાલસેના જણાવ્યા અનુસાર, પ્રદૂષણ પહેલાથી જ પર્યાવરણને નોંધપાત્ર નુકસાન પહોંચાડી ચૂક્યું છે, જેના કારણે વિશ્વ પહેલાથી જ હિમનદીઓ પીગળવાની અને સમુદ્રનું સ્તર વધવાની રમત હારી ચૂક્યું છે.