ગુજરાત

ગુજરાતમાં મહિલાઓ પર દુષ્કર્મ-જાતીય સતામણી મામલે ચોંકાવનારી માહિતી સામે આવી

  • રાજ્ય મહિલા આયોગનો વર્ષ 2022-23નો અહેવાલ રજૂ કરાયો
  • દુષ્કર્મ-જાતીય સતામણી-દહેજને લીધે અપમૃત્યુ જેવી 1,711 ફરિયાદ મળી
  • મહિલાઓની મદદ માટે ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર 1800 233 1111 ઉપલબ્ધ

ગુજરાતમાં મહિલાઓ પર દુષ્કર્મ-જાતીય સતામણી મામલે ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં દુષ્કર્મ-જાતીય સતામણી-દહેજને લીધે અપમૃત્યુ જેવી 1,711 ફરિયાદ મળી છે. ત્યારે ગુજરાત રાજ્ય મહિલા આયોગને વર્ષ 2022-23ના અરસામાં પડતર સહિત કુલ 2,412 અરજી પૈકી 1,750 અરજીનો નિકાલ કર્યો છે. સર્વિસ પ્રોબ્લેમની કુલ 1,711 ફરિયાદો મળી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં AMCદ્વારા ગણેશોત્સવની તૈયારી, રૂ. 6 કરોડના ખર્ચે 46 ગણેશ વિસર્જન કુંડ બનાવાશે

રાજ્ય મહિલા આયોગનો વર્ષ 2022-23નો અહેવાલ રજૂ કરાયો

વિધાનસભા ગૃહમાં ગુરુવારે ગુજરાત રાજ્ય મહિલા આયોગનો વર્ષ 2022-23નો અહેવાલ રજૂ કરાયો હતો, વર્ષ 2022-23ના અરસામાં મહિલા આયોગને મહિલા સંબંધિત શારીરિક માનસિક ત્રાસ, જાતીય સતામણી, દહેજની માગણી, દહેજના કારણે અપમૃત્યુ, દુષ્કર્મ, લગ્ન જીવનના પ્રશ્નો, અપહરણ, સર્વિસ પ્રોબ્લેમ સહિતની કુલ 1,711 ફરિયાદો મળી હતી. આયોગ પાસે અગાઉની પડતર 701 અરજી હતી, આમ કુલ 2,412 અરજી પૈકી 1,750 અરજીઓનો નિકાલ કરાયો છે, અત્યારે 662 અરજી પર કાર્યવાહી ચાલુ છે.

આ પણ વાંચો: ગુજરાતના પૂર્વ IPS અને ભાજપના ધારાસભ્ય પી.સી. બરંડાના ભિલોડા સ્થિત ઘરમાં લૂંટ 

ગુજરાત મહિલા આયોગની રચના બાદ 31મી માર્ચ 2023 સુધીમાં 29,371 અરજીઓ આવી

ગુજરાત મહિલા આયોગની રચના બાદ 31મી માર્ચ 2023 સુધીમાં 29,371 અરજીઓ મહિલાઓ પર અત્યાચાર સંબંધિત આવી હતી, જે પૈકી 28,709 અરજીનો નિકાલ કરાયો છે અને 662 અરજીઓ સંબંધિત ખાતાઓમાં અહેવાલ માટે મોકલવામાં આવી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, વર્ષ 2012-13થી રાજ્ય સરકારે તબક્કાવાર બધા જ તાલુકાઓેમાં નારી અદાલત ખોલવાની યોજના શરૂ કરી હતી, નારી અદાલતોમાં ઘરેલુ મારપીટ, મિલકત અને જમીનને લગતા વિવાદ, શંકા કુશંકા, સ્ત્રી ભગાડી જવાના કેસ, દારૂડિયા પતિનો ત્રાસ, એક પત્ની પર બીજી પત્ની, ભરણપોષણ, ડાકણ પ્રથા જેવા પ્રશ્નો ઉકેલવામાં આવે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતોનું પ્રમાણ વધ્યું, મોતનો આંકડો જાણી રહેશો દંગ 

મહિલાઓની મદદ માટે ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર 1800 233 1111 ઉપલબ્ધ

મહિલા આયોગને એપ્રિલ 2022માં 153, મે માસમાં 143, જૂનમાં 162, જુલાઈમાં 126, ઓગસ્ટમાં 124, સપ્ટેમ્બરમાં 191, ઓક્ટોબરમાં 118, નવેમ્બરમાં 125, ડિસેમ્બરમાં 142 ફરિયાદો મળી હતી, જાન્યુઆરી 2023માં 132, ફેબ્રુઆરીમાં 120 અને માર્ચમાં 175 ફરિયાદો આયોગને મળી હતી. આયોગ દ્વારા અખબારી અહેવાલો, વિવિધ સમાચાર મારફત સુઓમોટો કરવામાં આવે છે, જેમાં 133થી વધુ કેસ પર કાર્યવાહી કરવામાં આવી છે. મહિલાઓને મદદ મળી રહે તે માટે આયોગમાં કચેરી સમય દરમિયાન ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર 1800 233 1111 ઉપલબ્ધ છે.

Back to top button