સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આપઘાતની ચોંકાવનારી ઘટના બની


- જવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો
- સારવાર અર્થે હોસ્પિટલ લઇ જતી વખતે તેમનું મોત નિપજ્યું
- જવાનના એક વર્ષ પહેલાં જ તેના લગ્ન થયા હતા
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આપઘાતની ચોંકાવનારી ઘટના બની છે. જેમાં CISF જવાને પોતાને ગોળી મારી આત્મહત્યા કરી છે. જેમાં CISF સેલના જવાન કિશનસિંહે એરપોર્ટના બાથરૂમમાં જઇ પોતાની બંદૂક વડે પેટના ભાગે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
જવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો
જવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતક જવાન કિશન સિંહ મૂળ રાજસ્થાનનો વતની હતો અને એક વર્ષ પહેલાં જ તેના લગ્ન થયા હતા. કિશન સિંહને 2022માં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ આવ્યો હતો. તેમણે સાથી કર્મચારીઓ સાથે વાતચીત કરી ત્યારે તે સઆમાન્ય હતા. પરંતુ અચાનક તેમણે બાથરૂમમાં જઇ બંદૂકની ગોળી ચલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
સારવાર અર્થે હોસ્પિટલ લઇ જતી વખતે તેમનું મોત નિપજ્યું
ગોળીનો અવાજ આવતાં સીઆઇએફએસના જવાનોએ બાથરૂમ તરફ દોડ મૂકી હતી. જોકે બાથરૂમનો દરવાજો ન ખુલતાં સીઆઇએસએફના જવાનો બાથરૂમની છત પરથી અંદર કૂદ્યા હતા. બાથરૂમમાં પહોંચ્યા ત્યારે કિશનસિંહ જીવતા હતા, પરંતુ સારવાર અર્થે હોસ્પિટલ લઇ જતી વખતે તેમનું મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાત: હવામાન વિભાગ પ્રમાણે અમદાવાદમાં ફરીથી ઠંડીનો ચમકરો વધવાની આગાહી કરી