ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટમાં ચોંકાવનારી ઘટના, 10 વર્ષની બાળકીએ ઘરના બાથરૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

Text To Speech

રાજકોટમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના યાજ્ઞિક રોડ આવેલા પર ન્યુ જાગનાથ પ્લોટમાં રહેતી એક 10 વર્ષની બાળકીએ આત્મહત્યા કરી છે. બાથરુમમાં દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ 10 વર્ષની બાળકીએ આત્મહત્યા કરી છે.

મળતી માહિતી મુજબ ન્યુ જાગનાથ પ્લોટમાં રહેતી કરિશ્મા સોની નામની 10 વર્ષીય બાળકીને ગત રોજ બેભાન હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેમના પરિવારજનોએ ડોક્ટરને જણાવ્યું હતું કે, બાળકીએ ગળાફાંસો ખાઈ લીધો હતો. ફરજ પર હાજર તબીબે જોઈ તપાસી કરિશ્માને મૃત જાહેર કરી હતી.

આત્મહત્યાનું કારણ શોધવા પોલીસ તપાસ શરૂ
આ બનાવની જાણ એ.ડિવિઝન પોલીસને કરાતા તાત્કાલિત PSI સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. પરિવારજનોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બાળકી રવિવારે રાત્રે 11.30 વાગ્યા આસપાસ પોતાના ઘરે બાથરૂમમાં ન્હાવા ગઈ હતી. તેની મમ્મી ઉપરના રૂમમાં હતા ત્યારે બાળકીએ બાથરૂમના એન્ગલ સાથે દુપટ્ટો બાંધી અંતિમ પગલું ભર્યું હતું. તેને કયા કારણોસર આ પગલું ભર્યું તેનાથી પરિવારજનો અજાણ હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મમ્મી સાથે પપ્પાને ટિફિન આપવાની બાબતમાં રકઝક થઈ હતી
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક બાળકીના પિતા એક રેસ્ટોરન્ટમાં કુક તરીકે નોકરી કરે છે. માતા નેહાબેન ઘરકામ કરે છે. જ્યારે બાળકી બે ભાઈ, બે બહેનમાં મોટી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાળકીએ આત્મહત્યા કરી તે પહેલાં બાળકીની માતાએ તેને પિતાને ટીફીનનું પાર્સલ આપી આવવા કહ્યું હતું, જે મામલે બાળકી અને માતા વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી. કદાચ આ વાતનું માઠું લાગી આવતા 10 વર્ષની પુત્રીએ આત્મહત્યા કરી હોય તેવી પોલીસને આશંકા છે. જોકે પોલીસ હજુ વધુ તપાસ કરી આત્મહત્યાનું કારણ શોધવાની તજવીજ હાથ ધરી છે.

Back to top button