ચાંદખેડામાં કાળજું કંપાવતી ઘટના, એપાર્ટમેન્ટના 10મા માળેથી નવજાત બાળકને નીચે ફેંકી હત્યા
- ચાંદખેડામાં નવજાત બાળકની હત્યાનો બનાવ
- બાળકને 10માં માળેથી નીચે ફેંકી કરાઈ હત્યા
- પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
અમદાવાદ શહેરમા બાળકની હત્યાની હદકંપાવતી ઘટના સામે આવી છે. ચાંદખેડા વિસ્તારમાં એપાર્ટમેન્ટના 10મા માળેથી બાળકને નીચે ફેંકીને હત્યા કરી દેતા અરેરાટીજવા પામી છે. આ ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
ચાંદખેડામાં નવજાત બાળકની હત્યા
રાજ્યના અવાર-નવાર બાળકોને ત્યજી દેવાની કે પછી તેમના મૃત્યુ નિપજાવાની ઘટના બનતી હોય છે. હતુ થોડા દિવસ પહેલા જ ભરૂચમાં જનેતાએ પોતાની દીકરીની ઠંડા કલેજે હત્યા કરી દીધી હોવાની ઘટના બની હતી. ત્યારે આ ઘટનાને થોડા દિવસો જ વીત્યા છે. એટલામા આ પ્રકારની બીજી ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરનાચાંદખેડા વિસ્તારમાં નવજાત બાળકને એપાર્ટમેન્ટના 10મા માળેથી નીચે ફેંકીને હત્યા કરી દેવામા આવી છે. ચાંદખેડા વિસ્તારમાં આવેલા સ્કાય વોક એપાર્ટમેન્ટમાં આ ઘટના બની હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા સમ્રગ ઘટનાની જાણ પોલીસને કરી હતી.આ ઘટના અંગે પોલીસને જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્કાય વોક એપાર્ટમેન્ટ ખાતે દોડી આવ્યો હતો. અને આ સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી.
પોલીસે હત્યારાઓને શોધવા તજવીજ શરુ કરી
હાલ પોલીસે હત્યારા સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે, આ મામલે પોલીસે FSL ની ટીમને બોલાવી છે. અને પોલીસે CCTV સહિતની બાબતો અંગે તપાસ શરૂ કરી હત્યારાને પકડવા ટીમો કામે લગાડી છે.ત્યારે કહેવામા આવી રહ્યું છે કે આ બાળક કોનું છે. તે જાણવા માટે સોસાયટીના શંકાસ્પદ લોકોનો DNA ટેસ્ટ કરાવવામાં આવી શકે છે.
આ પણ વાંચો : કેસર કેરીના રસીકો માટે ખુશખબર, તાલાલા ખાતે કેસર કેરીની હરાજીનો આજથી પ્રારંભ