ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાતવિશેષ

BREAKING: આણંદ કલેક્ટર ગઢવીના અશ્લિલ વીડિયો મામલે ચોંકાવનારો ખુલાસો, મોટા ષડયંત્રનો થયો પર્દાફાશ

આણંદના કલેક્ટર DS ગઢવીને થોડા દિવસ પહેલા તાત્કાલીક અસરથી સસ્પેન્ડેડ કરવામા આવ્યા હતા અને આણંદ કલેકટરનો ચાર્જ ડીડીઓને સોપાયો હતો. અને પોલીસ વડાના આદેશથી ગુજરાત ATSએ તપાસ કરી હતી.  ત્યારે આ મામલે હવે મોડી અપડેટ સામે આવી છે. ગુજરાત એટીએસે આનંદની વિડિયો ક્લિપ મામલાના સંબંધમાં કેતકી વ્યાસ, જીએએસ, એક નાયબ મામલતદાર અને એક હરેશ ચાવડા સામે એફઆઈઆર નોંધી છે.ત્યારે હવે આ મામલામાં રાજકારણીનું નામ પણ સામે આવ્યું છે. જેથી મોટા ષડયંત્રનો પર્દાફાસ થયો છે. હજુ પણ આ મામલામા મોટા ખુલાસા થયા છે.

મહિલા ADM કેતકી વ્યાસ સહિત 3ની પૂછપરછ

કલેકટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરતા વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચ્યો હતો અને ક્લીપ વિવાદમાં વધુ તપાસ હાથ ધરી હતી. જાણકારી મુજબ કલેક્ટરની કેબિનમાં સ્પાય કેમેરા લગાવાયા હતા. મહિલા ADM કેતકી વ્યાસ સહિત 3ની પૂછપરછ કરવામા આવી રહી છે. ત્રણેયની આકરી પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે.

કલેકટરને ફસાવવા લગાવાયા હતા સ્પાય કેમેરા

કલેકટરના સ્પાય પ્રકરણમાં એક પછી એક ખુલાસા થતા જાય છે કલેકટરની ચેમ્બરની સાથે એન્ટી ચેમ્બરમાં પણ સ્પાય કેમેરો લગાડવામાં આવ્યો હતો બંને ચેમ્બરમાં કલેકટરને ફસાવવાના થયા અનેક પ્રયાસ કરવામા આવ્યા હતા. આ સમગ્ર મામલે 3 લોકોની સંડોવણી આવી સામે છે.

આણંદ કલેક્ટર-humdekhengenews

આ પણ વાંચો : BREAKING : આણંદના સસ્પેન્ડેડ કલેક્ટર અંગે મોટા સમાચાર, આ અધિકારીઓની કરાઈ ધરપકડ

આ અધિકારીઓની મુખ્ય ભૂમિકા

આ મામલામાં મહિલા એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ મુખ્ય સૂત્રધાર અને કલેક્ટરના ચિટનીશ જે ડી પટેલ ની પણ મુખ્ય ભૂમિકા રહેલી છે. ત્રીજો આરોપી હરેશ ચાવડા પ્રાઇવેટ માણસ હોવાની વિગત બહાર આવી છે. કેમેરો ખરીદવાથી લઈ યુવતીઓની વ્યવસ્થા કરવાનું કામ કર્યાનો આરોપ લગાવવામા આવ્યો છે.

આ મામલામાં થયો મોટો ખુલાસા

ગત માર્ચથી લઈને મે માસ સુધીમાં બંને જગ્યાએ કેમેરા લગાડવામાં આવ્યા હતા. જમીનને લગતી 4 જેટલી ફાઈલ ક્લીયર કરવા માટે કલેકટરને ફસાયા હોવાની વિગતો સામે આવી છે. ATSની   આકરી પૂછપરછમાં મોટા ખુલાસા માં મહિલા SDMએ ષડયંત્ર રચ્ચાનો ખુલાસો થયો છે. ગુજરાત ATSએ ત્રણેય સરકારી કર્મીઓને આણંદ પોલીસને સોંપ્યા છે.  આ આરોપીઓ સામે આઈટી એક્ટ અને પૈસા પડાવવાની કોશિશ સહિત ભારેખમ કલમ હેઠળ ગુનો દાખલ થયો છે.ફાઈલોની ખટપટમાં કલેકટરનો ભોગ લેવાયાની વિગત બહાર આવી છે. જોકે આ મામલામાં કલેક્ટર સાથે કેમેરામાં કેદ થયેલી યુવતી અંગે હજુ પણ રહસ્ય ઘેરાયું છે.

આ પણ વાંચો : સાયબર ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો, રાજકોટના 35 વકીલો બન્યા સાયબર ફ્રોડના ભોગ

Back to top button