ગામ્બિયામાં બાળકોના મૃત્યુ અને ભારતમાં બનેલી કફ સિરપને લઈને CDCનો ચોંકાવનારો રિપોર્ટ
ગયા વર્ષે ગામ્બિયામાં કફ સિરપ પીવાથી ભારતમાં 66 બાળકોના મોત થયા હતા. ભારત પર આરોપ હતો કે તેની કફ સિરપ પીવાથી આ બાળકોના મોત થયા છે. હવે આ દાવાઓ વચ્ચે CDC રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં આ બાળકોના મૃત્યુ અને ભારતમાં બનેલી કથિત રીતે દૂષિત કફ સિરપના સેવન વચ્ચે મજબૂત કડી હોવાનું જણાવવામાં આવ્યું છે.
ગામ્બિયામાં 66 બાળકોના મોત અંગે CDC રિપોર્ટ
ગયા વર્ષે ભારતીય કફ સિરપ પીવાથી ગામ્બિયામાં 66 બાળકોના મોત અંગે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિનનો નવો રિપોર્ટ સામે આવ્યો છે. આ અહેવાલમાં, યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અને ધ ગામ્બિયાની આરોગ્ય સત્તા દ્વારા સંયુક્ત તપાસમાં ગામ્બિયામાં બાળકોના મૃત્યુ અને ભારતમાં બનેલી કથિત રીતે દૂષિત કફ સિરપના સેવન વચ્ચે મજબૂત કડી જોવા મળે છે.
WHOએ પણ આપી હકી ચેતાવણી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ઓક્ટોબર, 2022માં એક ચેતવણી જારી કરી હતી કે ભારતીય કંપની મેઇડન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા ગામ્બિયાને સપ્લાય કરવામાં આવતી ચાર કફ સિરપ ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરતી નથી અને દાવો કર્યો હતો કે તે ગામ્બિયામાં કેટલાય બાળકોના મૃત્યુ તેની સાથે સંકળાયેલા છે.
CDC રિપોર્ટમાં શું છે?
શુક્રવારે બહાર પાડવામાં આવેલા CDC અહેવાલમાં જણાવાયું છે. આ તપાસ ભારપૂર્વક સૂચવે છે કે બાળકોમાં ડાયેથિલિન ગ્લાયકોલ (DEG) અથવા ઇથિલિન ગ્લાયકોલ (EG)થી દૂષિત દવાઓની ધ ગેમ્બિયામાં આયાતને કારણે બાળકોને AKI (કિડનીની બિમારી) થઈ હતી, જો કે WHOએ અગાઉ પણ ગામ્બિયામાં થયેલા મોત માટે ભારતની દવાને જવાબદાર ગણાવી હતી, પરંતુ તે પછી પણ ભારતે આ મામલે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો : હોળીની ભેટ : આજથી અમદાવાદથી જયપુર, કોટા, ઈન્દોર વાયા ઉદયપુર જતી નવી ટ્રેનો શરૂ