લોક દરબારમાં રક્ષક સામે આક્ષેપ થયા છે. જેમાં પાટણમાં લોક દરબારમાં ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે. તેમાં પોલીસના દીકરાએ 30 ટકા લેખે વ્યાજ વસુલ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 18 વર્ષના કિશોરને 2 વર્ષ અગાઉ વ્યાજે રૂપિયા આપ્યા હતા. તેમાં અરજદારે 2 લાખની સામે 7 લાખથી પણ વધુ રૂપિયા ચૂકવ્યા હતા. તથા વ્યાજખોરોએ અરજદારને માર માર્યાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં ખેડૂતો સરકારને આપી રહ્યાં જમીન, જાણો શું છે કારણ
અધિકારીઓની બોલતી બંધ થઇ જાય તેવો કિસ્સો
પાટણના યુનિર્સિટીમાં આવેલ કોમ્યુનિટી હોલ ખાતે રેન્જ આઇજી જે.આર.મોથલિયાની અધ્યક્ષતામાં આજે યોજાયેલ લોકદરબાર કાર્યક્રમમાં વ્યાજખોરીને ડામવા માટે તેમજ વ્યાજખોર માફિયાનો ભોગ બનેલ અરજદારો આવા કાર્યક્રમ આવે અને તેમની અરજી આપે તેવા હેતુથી પોલીસ રક્ષક દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પરંતુ આજનો પાટણનો લોકદરબાર કાર્યક્રમમાં રેન્જ આઇજી સહિતના અધિકારીઓની બોલતી બંધ થઇ જાય તેવો કિસ્સો સામે આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત: ફાયરબ્રિગેડની મોકડ્રીલમાં ભાંડો ફૂટયો, લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો
ખુલ્લેઆમ વ્યાજખોર માફિયાઓ ધંધો ચલાવી રહ્યા છે
પાટણના રમેશભાઈ પ્રજાપતિ જે ચિત્રકૂટ સોસાયટીમાં નિવાસ ધરાવે છે સામાન્ય ધંધો રોજગાર કરીને ખુદ હેન્ડીકેપ હોવા છતાં એમનું અને એમના પરિવારનું ગુજરાન ચલાવનાર રમેશભાઈના 18 વર્ષથી પણ નાના દીકરાએ આજથી 2 વર્ષ પહેલા 2 લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા. અને જેનું વ્યાજ મહિને 30 % હતું. જે બાબતે 2 વર્ષના સમયગાળા દરમ્યાન અરજદારના દીકરા પાસેથી 30% વ્યાજની વસુલાતના ભાગરૂપે 7 લાખ 8 હજાર રૂપિયા આપ્યા હોવા છતાં હજુ સુધી રમેશભાઈ અને તેમના દીકરાને વ્યાજના ચક્રમાં ખુદ રક્ષકના દીકરાએ ફસાવી દીધા પ્રશાંત રબારી નામનો વ્યાજખોર જે પોતે રક્ષકનો દીકરો છે અને વ્યાજખોરના પિતા પાટણ પીએસઓમાં ફરજ બજાવે છે અને વર્દીની ધાક આપીને વર્દીધારીના દીકરા દ્વારા જ આ ખુલ્લેઆમ વ્યાજખોર માફિયાઓ ધંધો ચલાવી રહ્યા છે.
આ પણ વાંચો: ગાંધીનગર: પત્ની-દિકરીના 21 ટૂકડા કરતા પાપ છાપરે ચઢીને સામે આવ્યુ
લોકદરબાર કાર્યક્રમમાં પોલીસ વિરુદ્ધ જ અરજી લઈને આવવું પડ્યું
રૂપિયા ના આપી શકવાની માંગણી કરાતા રમેશભાઈ જે ખુદ હેન્ડીકેપ છે તેમના હાથ પગ ભાગી જાય તેવો ઢોર માર મારવામાં આવ્યો હતો અને જેને લઈને રક્ષકના દીકરા પ્રશાંત રબારી સામે પોલીસ ફરિયાદ નોંધવામાંતો આવી પરંતુ પોલીસના સકંજામાંથી છૂટ્યા બાદ વ્યાજ માફિયા પ્રશાંતે આજદિન સુધી હેરાન કરવાનું બંધ નથી કરવામાં આવ્યું અને જેના કારણે ના છૂટકે આજે ભોગ બનનાર રમેશભાઈને આઇજીના લોકદરબાર કાર્યક્રમમાં પોલીસ વિરુદ્ધ જ અરજી લઈને આવવું પડ્યું હતુ.