ઉત્તર ગુજરાતગુજરાત

મહેસાણામાં ઓનલાઈન ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો, OTP, કૉલ કે મેસેજ વિના ખાતામાંથી ઉપડી ગયા રૂ.37 લાખ !

Text To Speech

મહેસાણા જિલ્લામાંથી સાઈબર ફ્રોડનો ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં સાઈબર માફિયાએ મહેસાણાનો 42 વર્ષીય વ્યક્તિના ખાતામાંથી માત્ર 30 જ મિનિટમાં 37 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. પરંતુ નવાઈની વાત તો એ હતી કે આ વ્યક્તિને ના કોઈ લિંક કે ના કોઈ ઓટીપી મળી હતી. છતા પણ તેના ખાતામાંથી જોતજોતામાં 37 લાખ રૂપિયા ઉપડી ગયા હતા.

30 મિનિટમાં 37 લાખ ઉપાડી લીધા

પ્રાપ્ત વિગતો અનુસાર મહેસાણાના 42 વર્ષીય દુષ્યંત પટેલ સાથે 31 ડિસેમ્બર 2022ના રોજ સાયબર ફ્રોડ થયો હતો. તેમના જણાવ્યા અનુસાર તેમના ફોન પર બપોરે 3:19 વાગ્યે એક મેસેજ આવ્યો હતો કે તેમના બેંકમાંથી 10 લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. ત્યાર બાદ 3.20 વાગ્યે બીજા 10 લાખ રૂપિયા ઉપડ્યા હોવાનો મેસેજ આવ્યો અને બપોરે 3.49 વાગ્યે તેમના ખાતામાંથી અન્ય 17 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. આમ દુષ્યંત પટેલના ખાતામાંથી 30 મિનિટમાં 37 લાખ રુપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા.

મહેસાણા સાઈબર ક્રાઈમ-humdekhengenews

કેવી રીતે કર્યો ફ્રોડ

મહેસાણાનો આ સાઈબર ક્રાઈમની ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા કેમકે દુષ્યંતે પોતાના એકાઉન્ટની વિગતો કે કોઈ OTP કોઈની સાથે શેર કર્યો ન હતો. છતા પણ તેમના ખાતામાંથી આટલા બધા રુપિયા ઉપડી ગયા હતા. દુષ્યંત પટેલને તેમના ખાતામાંથી પૈસા ઉપડી જવાનો મેસેજ મળતા તેમણે બેંકનો સંપર્ક કર્યો હતો. જ્યાં બેંક અધિકારીએ તેનું એકાઉન્ટ બ્લોક કરવાનો પ્રયાસ કરતા ખબર પડી કે તેમના ખાતાની માહિતી અમાન્ય છે. જો કે બેંક અધિકારીએ કોઈક રીતે તેમનું એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. જે બાદ દુષ્યંત પટેલે આ ફ્રોડ અંગે મહેસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ જાણવા મળ્યું કે દુષ્યંત પટેલનો ફોન હેક કરવામાં આવ્યો હતો. સાયબર માફિયા દ્વારા દુષ્યંત પટેલના ફોનને હેક કરીને તેમનો તમામ ખાનગી ડેટા એક્સેસ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : પાટણમાં ચાઈનીઝ દોરીના વેપારીઓ સામે પોલીસની લાંલ આંખ, 46થી વધુ કેસ નોંધાયા

Back to top button