ટ્રેન્ડિંગમનોરંજન

નાગા ચૈતન્યની દુલ્હન બની શોભિતા ધુલિપાલા, જુઓ લગ્નની તસવીરો

  • આખરે શોભિતા ધુલિપાલા સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનના પરિવારની વહુ અને નાગા ચૈતન્યની દુલ્હન બની ચુકી છે. આ બંને તેલુગુ વિધિ પ્રમાણે લગ્નના બંધનમાં બંધાયા હતા

HD ન્યુઝ ડેસ્ક, 5 ડિસેમ્બર, હૈદરાબાદઃ નાગા ચૈતન્ય અને શોભિતા ધુલિપાલા હવે લગ્નના તાંતણે બંધાઈ ચૂક્યા છે. આ કપલે 4 ડિસેમ્બરે હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં તેમના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. બંનેએ તેલુગુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ નાગા ચૈતન્ય અને શોભિતા ધુલિપાલાના લગ્નની પહેલી તસવીરો પણ સામે આવી છે અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

સાઉથના સુપરસ્ટાર નાગાર્જુને તેના X એકાઉન્ટ પર પુત્ર અને પુત્રવધૂના લગ્નની તસવીરો શેર કરી છે. નાગા ચૈતન્ય અને શોભિતા તેમના લગ્નમાં પરંપરાગત પોશાક પહેરેલા જોવા મળ્યા હતા.

નાગા ચૈતન્યની દુલ્હન બની શોભિતા ધુલિપાલા, જુઓ લગ્નની તસવીરો hum dekhenge news આવો હતો શોભિતાનો વેડિંગ લુક

શોભિતાના વેડિંગ લૂકની વાત કરીએ તો તે ગોલ્ડન કાંજીવરમ સાડી પહેરેલી જોવા મળી હતી. આ સાથે તેણે ગોલ્ડન ટેમ્પલ જ્વેલરી, ગોલ્ડન માથા પટ્ટી અને ઈયરિંગ્સ મેચ કર્યા હતા. આ પોશાકમાં શોભિતા બિલકુલ તેલુગુ દુલ્હન જેવી દેખાઈ રહી છે. તસવીરમાં નાગા ચૈતન્ય અને શોભિતા હાથ જોડીને અભિવાદન કરી રહ્યાં છે. તેમના લગ્નના ફોટો સામે આવતા જ ચાહકો ખુશ થઈ ગયા હતા.

નાગા ચૈતન્યની દુલ્હન બની શોભિતા ધુલિપાલા, જુઓ લગ્નની તસવીરો hum dekhenge news

ઉલ્લેખનીય છે કે, આ કપલના લગ્ન હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં યોજાયા હતા, જેની સ્થાપના નાગા ચૈતન્યના દાદા અક્કીનેની નાગેશ્વર રાવ દ્વારા 1976માં કરવામાં આવી હતી. નાગાર્જૂને દિકરા અને વહુને આશીર્વાદ આપતા ફોટો શેર કર્યા હતા અને લખ્યું છે કે શોભિતા અને ચય (નાગા ચૈતન્ય)ને આ સુંદર પળોની શરૂઆત કરતા જોવા મારા માટે એક મહત્ત્વપૂર્ણ અને ભાવનાત્મક ક્ષણ છે. મારા પ્યારા ચયને શુભેચ્છાઓ અને પ્યારી શોભિતા તમારું પરિવારમાં હાર્દિક સ્વાગત છે. તમે પહેલેથી જ અમારા જીવનમાં ઘણી બધી ખુશીઓ લાવી ચૂક્યા છો. તસવીરમાં નાગાના દાદા નાગેશ્વર રાવની પ્રતિમા પણ જોવા મળે છે, જેની સામે કપલે લગ્નની ધાર્મિક વિધિઓ કરી હતી.

આ કપલના લગ્નના આ ખાસ દિવસે ઘણા સાઉથ સ્ટાર્સ ભાગ લેવા પહોંચ્યા હતા. આ દંપતીએ 4 ડિસેમ્બરે રાત્રે 8:15 વાગ્યે લગ્નની વિધિ કરી હતી. કપલે 8 ઓગસ્ટ 2024ના રોજ હૈદરાબાદમાં સગાઈ કરી હતી. અગાઉ નાગા ચૈતન્યએ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ વર્ષ 2021 માં તેમના છૂટાછેડા થઈ ગયા. ત્યારબાદ લગભગ 3 વર્ષ સુધી તેણે શોભિતા સાથે ડેટિંગ કર્યું હતું

આ પણ વાંચોઃ દેખાડો કરવા આ હદે જવાય? ચંકી પાંડેને અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે પૈસા ચૂકવ્યા અને રડવા માટે….

Back to top button