ટ્રેન્ડિંગમનોરંજનસ્પોર્ટસ

શોએબ મલિકે ઇન્સ્ટા બાયોમાંથી હટાવી દીધુ પત્નીનું નામ! ડિવોર્સ નક્કી?

  • ઇન્સ્ટામાંથી કેમ હટાવાયુ સાનિયા મિર્ઝાનું નામ
  • ડિવોર્સને લઇને અટકળો તેજ બની
  • પાકિસ્તાની મીડિયામાં અલગ જ ખુલાસો થયો

ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના ડિવોર્સના સમાચાર ખૂબ જલ્દી વાઇરલ થઇ રહ્યા છે. થોડા સમય પહેલા શોએબ મલિકે એક ટીવી શોમાં આ વાતનો ખુલાસો કર્યો હતો કે તે બંને અલગ થઇ રહ્યા નથી, પરંતુ હવે શોએબે પોતાના ઇન્સ્ટા બાયોમાંથી સાનિયાનું નામ હટાવી દીધુ છે અને તેના સ્થાને ‘લાઇવ અનબ્રોકન’ લખ્યુ છે. જેના કારણે એક વખત ફરી તેઓ પોતાના ડિવોર્સને લઇને ચર્ચામાં આવ્યા છે.

શોએબ મલિકે ઇન્સ્ટા બાયોમાંથી હટાવી દીધુ પત્નીનું નામ! ડિવોર્સ નક્કી? hum dekhenge news

પાકિસ્તાની ક્રિકેટરે હવે પોતાના ઇન્સ્ટા બાયોથી ‘સુપરવુમન સાનિયા મિર્ઝાના પતિ’ હટાવી દીધુ છે અને આ કારણે ફેન્સ પરેશાન થઇ ગયા છે. સાનિયા અને શોએબ તરફથી જોકે આ અંગે કોઇ ઔપચારિક નિવેદન સામે આવ્યુ નથી, પરંતુ નેટિઝન્સે તેમના ડિવોર્સની અટકળો લગાવવાનું શરૂ કરી દીધુ છે અને કોમેન્ટ્સ કરીને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

અગાઉ છૂટાછેડાના સમાચાર આવ્યા હતા

ગયા વર્ષે નવેમ્બરમાં શોએબ મલિક અને સાનિયાના છૂટાછેડાના સમાચાર આવ્યા હતા. જો કે બંને તરફથી આ અંગે કંઈ કહેવામાં આવ્યું નહોતું. બાદમાં સાનિયાએ શોએબ મલિક સાથેનો ફોટો પણ શેર કર્યો હતો. આ સાથે બંનેએ એક ટોક શો ‘મલિક-મિર્ઝા શો’ પણ શરૂ કર્યો હતો. આવી સ્થિતિમાં તેમના છૂટાછેડાના સમાચાર પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું હતું.

શોએબ મલિકે ઇન્સ્ટા બાયોમાંથી હટાવી દીધુ પત્નીનું નામ! ડિવોર્સ નક્કી? hum dekhenge news

પાકિસ્તાની મીડિયાએ તેનું કારણ જણાવ્યું હતું

અત્યાર સુધી સાનિયા કે શોએબે પોતાના સંબંધો વિશે ખુલીને કશું લખ્યું નથી. ગયા વર્ષે નવેમ્બરમાં પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો હતો કે બંને અલગ-અલગ રહેતા હતા. સાથે મળીને પુત્રને ઉછેરવાનો પ્રયાસ કરે છે. જો કે તેના વિશે કશુ લખાયું નથી.

5 મહિના ડેટિંગ કર્યા પછી લગ્ન કર્યા, 8 વર્ષ પછી પુત્રનો જન્મ

સાનિયા-શોએબની પહેલી મુલાકાત ભારતમાં વર્ષ 2004-2005માં થઈ હતી. બંને 2009-2010માં ઓસ્ટ્રેલિયાના હોબાર્ટ શહેરમાં ફરી એકબીજાને મળ્યા હતા. સાનિયા ટેનિસ રમવા આવી હતી અને શોએબ તેની ટીમ સાથે ક્રિકેટ રમવા આવ્યો હતો. આ સમયે પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતી. અહીં પરિચય મિત્રતામાં બદલાયો અને પછી મળવાનો સિલસિલો શરૂ થયો.

લગભગ 5 મહિના સુધી એકબીજાને જાણ્યા પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. લગ્નની તમામ વિધિ હૈદરાબાદમાં થઈ હતી. આ પછી લાહોરમાં રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્નના 8 વર્ષ બાદ તેમના ઘરે પુત્ર ઇઝાનનો જન્મ થયો હતો.

આ પણ વાંચોઃ કોરોના બાદ નાની વયના યુવાનોમાં હાર્ટ એટેકના કેસોમાં 57% વધારો, જાણો કારણ

Back to top button