શોએબ અખ્તર ભારતના આ બે ખેલાડી પર ફિદા, ક્રિકેટ માટે મહત્વની સલાહ


ભારતીય ક્રિકેટના ખેલાડીઓની હાલમાં પાકિસ્તાનના ખેલાડીઓ દ્વારા વધુ ટિપ્પણી કરવામાં આવી રહી છે. હાલમાં જે રીતે ભારતીય ખેલાડીઓએ ઈંગ્લેન્ડ સામે જીત મેળવી છે તેના અંગે પ્રતિક્રિયા આપતાં પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર રિષભ પંત અને હાર્દિક પંડ્યા પર ફિદા થઈ ગયો છે. તેને આ બંને ખેલાડીના વખાણ કર્યા હતા.
પોતાની યૂટ્યુબ ચેનલ પર શોએબ અખ્તરે કહ્યું હતું કે તે રિષભ પંત નહીં, પરંતુ રિષભ ફેંટા છે. તે ખૂબ જ સાહસી પ્લેયર છે. તે કટ અને પૂલ કરે છે. તે રિવર્સ સ્વીપ પણ રમે છે અને કોઈનાથી પણ ડરતો નથી. તેણે ઓસ્ટ્રેલિયામાં પણ મેચ જીતી હતી અને અહીં પણ આ સીરિઝ તેના નામ પર જ હોવી જોઈએ.
અખ્તરે ફિટનેસને લઈને પંતને સલાહ આપતાં કહ્યું કે હું તેને એક જ સલાહ આપવા માગુ છું કે તે તેની ફિઝિક પર ધ્યાન આપે કારણ કે તે ઘણી ટીમને મુશ્કેલીમાં મૂકી દેવા માટે સક્ષમ છે. રન ચેઝ કરવામાં તે જે રીતે કેલક્યુલેટિવ હતો એનાથી હું ખૂબ જ ઇમ્પ્રેસ છું. એક વારતે પોતાની પારી પૂરી કરી લે તો તે ખૂબ જ નિર્દયતાથી બોલને ફટકારે છે. તેને ખબર છે કે કેવી રીતે ફાસ્ટ રમવું. મને નથી લાગતું કે તેને કોઈ અટકાવી શકે.
શોએબ અખ્તરે ત્રીજી વન-ડે મેચમાં હાર્દિક પંડ્યાના ઓલરાઉન્ડર પ્રદર્શન પર પણ પ્રકાશ પાડ્યો હતો. તે બોલ સાથે ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો હતો. તેણે 24 રન આપીને ચાર વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડની ટીમને 259 રન કરવા પૂરતી તેણે સીમિત કરી દીધી હતી.