ટોપ ન્યૂઝનેશનલ

અમિત શાહે વચન નિભાવ્યું હોત તો આજે ભાજપના CM હોત: ઉદ્ધવ ઠાકરે

Text To Speech

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના મુખ્યમંત્રી બન્યાના 1 દિવસ બાદ પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, જો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મને આપેલું વચન પૂરું કર્યું હોત તો આજે રાજ્યમાં ભાજપનો મુખ્યમંત્રી હોત. તેમણે અહીં કહ્યું હતું કે, એકનાથ શિંદે શિવસેનાના મુખ્યમંત્રી નથી. મારી પાસેથી મહારાષ્ટ્ર કોઈ છીનવી શકશે નહીં. શિવસેનાના બહાર કરીને તથાકથિત શિવસેનાના સીએમ બની શકાય નહીં. તેમણે કહ્યું કે, સત્તા માટે રાતોરાત ખેલ કરવામાં આવ્યો. આ લોકો સત્તા છીનવી શકે છે. પણ મારા દિલમાંથી મહારાષ્ટ્ર કાઢી શકશે નહીં. જો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વચન નિભાવ્યું હોત તો આજે અઢી વર્ષ બાદ મહારાષ્ટ્રને ભાજપના મુખ્યમંત્રી મળતા. જો કે, ભાજપ હવે મુખ્યમંત્રી પદ માટે પાંચ વર્ષ દૂર જતી રહી છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, હું મારા સમર્થકો અને મુંબઈના લોકોને અપીલ કરુ છું કે, તેઓ એવું કોઈ કામ ન કરે. જેનાથી રાજ્ય અને શહેરોનો માહોલ ખરાબ થાય. ઉદ્ધવ ઠાકરેએ કહ્યે કે, તેઓ આ પ્રેસ કોન્ફ્રન્સમાં 3 મુદ્દા ઉઠાવવા માગે છે.

આજે ભાજપના CM હોત: ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેએ પત્રકારોને સંબોધન કરતા કહ્યું કે, હું છેલ્લા બે અઢી વર્ષથી ફેસબુક લાઈવના માધ્યમથી જનતાને સંબોધન કરતા આવ્યો છું. ઘણા સમય બાદ આપની સાથે ફેસ ટુ ફેસ વાત થઈ રહી છે. મારી પાસે ત્રણ સવાલ છે. જે રીતે આપે તથાકથિત શિવસૈનિકોને સીએમ બનાવ્યા, એજ તો અમે કહેતા આવ્યા છીએ. ગૃહમંત્રી અમિત શાહે વચન નિભાવ્યું હોત તો આજે શિવસેનાના મુખ્યમંત્રીને અઢી વર્ષ થઈ ગયા હોત, તો આજે આ ન કરવું પડ્યું હોત.

સત્તા આવતી રહેશે, જતી રહેશે: ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, શિવસેનાને બહાર કરીને શિવસેનાના મુખ્યમંત્રી હોઈ શકે નહીં. આપની આંખોમાં આંસૂ મારી તાકાત છે. સત્તા આવતી રહેશે, જતી રહેશે. આ ખેલ આમ જ ચાલતા રહેશે. પણ જે રીતે તથાકથિત શિવસેનાના સીએમ બની ગયા, જો વચન નિભાવ્યું હોત તો, આ સન્માનજનક અને શાનદાર રીતે હોત. જો ભાજપે વચન નિભાવ્યું હોત તો મારી પીઠ પાછળ છરો માર્યો ન હોત. અને આજે શાનદાર રીતે ભાજપનો સીએમ અઢી વર્ષ પછી સત્તામાં હોત. મહા વિકાસ અઘાડી તૈયાર જ ન થઈ હોત. હવે પાંચ વર્ષ સુધી મહારાષ્ટ્રને ભાજપનો સીએમ નહીં મળે.

મારા પર જે ગુસ્સો છે, તે ગુસ્સો મુંબઈ પર ઉતારો

હું કહેવા માગુ છું કે, મારા પર જે ગુસ્સો છે, તે મુંબઈ પર ન ઉતારો. નારાજગી મારા પર છે, તો મારા પર જ ઘા કરો. મુંબઈના પર્યાવરણ સાથે રમત ન રમો. કાંઝૂર માર્ગથી મેટ્રોલ રેલ્વેનો કારશેડ બનાવવાનો પ્રસ્તાવ બદલશો નહીં.કાંઝૂરમાર્ગની જગ્યાએ મહારાષ્ટ્રના હિતમાં ઉપયોગ કરો. અઢી વર્ષ પહેલા વચન તોડી નાખ્યું અને લોકોમાં અફવા ઉભી કરી.નવી સરકાર મહારાષ્ટ્રના ભલા માટે વિચારે. લોકતંત્રના ચારેય સ્તંભ બચાવવા માટે આગળ આવે લોકો.

 

Back to top button