વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદને લઈને મંગળવારે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે- જે સ્થળેથી શિવલિંગ મળ્યું છે, તેને સુરક્ષિત રાખવા તેમજ નમાઝ પઢવા માટે લોકોને રોકી ન શકાય. આ મામલે વધુ સુનાવણી ગુરુવારે હાથ ધરાશે. હાલ સમગ્ર દેશમાં જ્ઞાનવાપી મસ્જિદને લઈને ઉઠેલા વંટોળ વચ્ચે અમદાવાદના AIMIMના નેતા દાનિશ કુરેશી ભાન ભૂલ્યો છે. આ મુદ્દે તેને બળતામાં ઘી હોમવાનો પ્રયાસ કરતા સોશ્યલ મીડિયા પર ઘણી જ તુચ્છ અને વિવાદિત પોસ્ટ કરી હતી. આ પોસ્ટ બાદ હિન્દુ સમાજે દાનિશ વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી હતી, ત્યારે આજે પોલીસે દાનિશની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.
દાનિશ કુરેશીની વિવાદાસ્પદ પોસ્ટ
દાનિશ કુરેશી જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગ અંગે સવાલ પુછતી પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં દાનિશ કુરેશીએ શિવલિંગના ઘાટ વિશે પ્રશ્ન પુછ્યો હતો. દાનિશ કુરેશીની આ પોસ્ટ એટલી હદે અશ્લિલ છે કે તેને અમે અહીં પૂરી બતાવી શકતા નથી. પણ એ હદ સુધી AIMIMના નેતા દાનિશ કુરેશીએ વિવાદીત પોસ્ટ કરી છે કે આ અશ્લિલ પોસ્ટ સામે આવ્યા બાદ હિન્દુ સંત સમાજે દાનિશ કુરેશીની ઘોર નિંદા કરી, અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુધી આ વાત પહોંચાડીને દાનિશ કુરેશી સામે કાર્યવાહી કરવાની તૈયારી બતાવી હતી. આ પોસ્ટને લઈ હિંદુ સંત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.
જ્ઞાનવાપી મસ્જિદમાંથી શિવલિંગ મળવા મામલે AIMIMના નેતા દાનિશ કુરેશીએ સોશ્યલ મીડિયા પર અશ્લિલ પોસ્ટ મુકીને ગુજરાત જ નહીં, સમગ્ર દેશના હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવી પોસ્ટથી કુરેશી સામે રોષ ફાટી નીકળ્યો છે, અને આ અંગે દાનિશ માફી માંગે તેમજ પોતાની વિવાદિત પોસ્ટ ડિલિટ કરે તેવી માગ ઉઠી છે. સાથે જ દાનિશ પોતાની વિકલાંગ માનસિકતાનો પરિચય બીજી વખત ન આપે તે માટે તેની ધરપકડ કરવાની પણ માંગ ઉઠી રહી છે. ગુજરાત જ નહીં, સમગ્ર દેશના હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. આ એક હકિકત છે કે દાનિશે આવી પોસ્ટ શેર કરી પોતાની હલકી માનસિકતાનો પરિચય આપ્યો છે ત્યારે તેના વિરૂદ્ધ કાર્યવાહી થાય તેવી જ માગ હિન્દુ સમાજ દ્વારા કરવામાં આવી રહી છે.