શિવસેનાની મુશ્કેલીઓ વધી, અપક્ષ ધારાસભ્યે ભાજપને સમર્થન આપવા કહ્યું
મુંબઈ, મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધિ આજથી વધી ગઈ છે. એક તરફ ગુવાહાટીમાં રહેતા શિવસેનાના બળવાખોર ધારાસભ્યોએ ગુવાહાટીથી ગોવા આવવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ શિવસેનાને વિધાનસભાના ફ્લોર ટેસ્ટ સાબિત કરવાનો નિર્દેશ આપ્યો છે. જેના કારણે શિવસેનાની મુશ્કેલીઓ વધી રહી છે. તે જ સમયે, અપક્ષ ધારાસભ્યો પણ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં જતા જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રના અપક્ષ ધારાસભ્ય રાજેન્દ્ર રાઉતે કહ્યું કે હું શરૂઆતથી જ ભાજપની સાથે છું.
ધારાસભ્ય રાજેન્દ્ર રાઉતે કહ્યું કે, દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય વિધાનસભામાં મારા માટે સ્ટેન્ડ લીધો. ધારાસભ્યો તેમના મતવિસ્તારમાં કામ નહીં થાય તો નારાજ થશે. જ્યારે રાજ્યપાલના નિર્દેશો વિરુદ્ધ શિવસેના સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. મહારાષ્ટ્રના રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી (MVA) સરકારને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવ્યુ છે.ત્યારે શિવસેનાના ચીફ વ્હીપ સુનીલ પ્રભુની અરજી પર સુપ્રીમ કોર્ટ બુધવારે સાંજે 5 વાગ્યે સુનાવણી કરવા સંમત થઈ હતી.