ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શિવસેના-UBTએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Text To Speech

મહારાષ્ટ્ર, 26 ઓકટોબર: ઉદ્ધવ ઠાકરેની શિવસેના-UBTએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં 15 ઉમેદવારોના નામ સામેલ છે. આ યાદીમાં 4 મોટા નામ પણ સામેલ છે. શિવડી બેઠક પરથી અજય ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. મનોજ જામસુતકરને ભાયખલાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સંદેશ પારકરને કંકાવલી બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. વડાલા બેઠક પરથી શ્રદ્ધા જાધવને ટિકિટ આપવામાં આવી છે. મહાવિકાસ અઘાડીમાં શિવસેના-UBT, કોંગ્રેસ અને NCP-શરદ પવાર વચ્ચે 85-85-85ની સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે.

 

સીટ વહેંચણીની ફોર્મ્યુલા 85-85-85ની નક્કી થઈ

ઉલ્લેખનીય છે કે, શિવસેના-UBT, કોંગ્રેસ અને NCP-શરદ પવારની પાર્ટી મહાવિકાસ અઘાડી (MVA) સાથે મળીને ચૂંટણી લડી રહી છે. આ ત્રણેય પક્ષો વચ્ચે 85-85-85ની સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. ત્રણેય પક્ષોએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારવાનું શરૂ કરી દીધું છે.

આદિત્ય ઠાકરે વર્લી સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે

શિવસેના-UBTએ વર્લી વિધાનસભા બેઠક પરથી આદિત્ય ઠાકરેને મેદાનમાં ઉતાર્યા છે. આદિત્ય ઠાકરે ગત વખતે પણ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જંગી માર્જિનથી જીત્યા હતા.

આ પણ જૂઓ:  બિહાર પેટાચૂંટણી/ પ્રશાંત કિશોરથી ઉમેદવાર પસંદ કરવામાં શા માટે થઈ રહી છે ભૂલો?

Back to top button