ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લોકસભા ચૂંટણી માટે શિવસેના UBTએ 16 ઉમેદવારોની યાદી કરી જાહેર, જુઓ

Text To Speech
  • શિવસેનાના નેતા સંજય રાઉત દ્વારા સોશિયલ મીડિયા હેન્ડલ પર ઉમેદવારોના નામોની પોસ્ટ શેર કરવામાં આવી

નવી દિલ્હી, 27 માર્ચ: મહારાષ્ટ્રમાં શિવસેના UBT દ્વારા આગામી લોકસભા ચૂંટણી 2024 માટે 16 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. શિવસેનાના નેતા સંજય રાઉત દ્વારા પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર 16 ઉમેદવારોના નામની જાહેરાત કરતી એક પોસ્ટ શેર કરવામાં આવી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ પોસ્ટ શેર કરી છે.

 

તેમની આ પોસ્ટમાં શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, “શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના આશીર્વાદ અને શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના આદેશથી ટૂંક સમયમાં 17 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. હાલમાં 16 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે.”

શિવસેના દ્વારા ક્યાં-ક્યાં  ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી

  1. બુલઢાણા-નરેન્દ્ર ખેડકર
  2. મુંબઈ દક્ષિણ – અરવિંદ સાવંત
  3. પરભણી-સંજય જાધવ
  4. યવતમાલ વાશીમ – સંજય દેશમુખ
  5. સાંગલી – ચંદ્રહર પાટીલ
  6. હિંગોલી – નાગેશ પાટીલ
  7. સંભાજી નગર – ચંદ્રકાર ખખરે
  8. શિરડી – ભાઈસાહેબ
  9. નાસિક – રાજાભાઈ વાજે
  10. રાજગઢ – અનંત ગીતે
  11. સિંધુદુર્ગ – રત્નાગીરી – વિનાયક રાઉત
  12. થાણે – રાજન વિચારે
  13. મુંબઈ નોર્થ ઈસ્ટ – સંજય દિના પાટીલ
  14. મુંબઈ દક્ષિણ – અરવિંદ સાવંત
  15. મુંબઈ ઉત્તર પશ્ચિમ – અમોલ કીર્તિકર
  16. પરભણી – સંજય જાધવ

ઉલ્લેખનીય છે કે, અમોલ કીર્તિકરને મુંબઈ નોર્થ વેસ્ટથી ટિકિટ મળી છે અને સંજય નિરુપમ પણ આ જ સીટ પરથી ટિકિટની માંગ કરી રહ્યા હતા.

7 તબક્કામાં યોજાશે લોકસભા મતદાન 

મહત્ત્વપૂર્ણ છે કે, સામાન્ય ચૂંટણી 2024 માટે મતદાન પ્રક્રિયા 7 તબક્કામાં પૂર્ણ થશે. મતદાન 19 એપ્રિલથી શરૂ થશે અને 1 જૂનના રોજ સમાપ્ત થશે. આ પછી 4 જૂને મતગણતરી કરવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં 80 સીટો બાદ મહારાષ્ટ્રમાં સૌથી વધુ 48 સીટો છે.

આ પણ જુઓ: સરકારે NCCF અને નાફેડને ખેડૂતો પાસેથી 5 લાખ ટન ડુંગળીની સીધી ખરીદીનો નિર્દેશ આપ્યો

Back to top button