ટોપ ન્યૂઝનેશનલ

એકનાથ શિંદેની વધુ એક જીત, વિધાનસભા સ્પીકર ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત

Text To Speech

એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા બાદ આજે મહારાષ્ટ્ર વિધાનસભાનું પ્રથમ સત્ર શરૂ થયું હતું. વિધાનસભાના નવા અધ્યક્ષની પસંદગી માટે વિધાનસભાના બે દિવસીય વિશેષ સત્રના પ્રથમ દિવસે મતદાન થયું હતું. ભાજપ ગઠબંધનના ઉમેદવાર રાહુલ નાર્વેકરે સ્પીકર ચૂંટણી જીતી લીધી છે.

ભાજપના રાહુલ નાર્વેકર નવા સ્પીકર

મહારાષ્ટ્ર વિધાનસભાની સ્પીકર ચૂંટણીમાં ભાજપ ગઠબંધનના ઉમેદવાર રાહુલ નાર્વેકરે જીત મેળવી છે. વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી જીતવા માટે 145 મતોની જરૂર હતી. રાહુલ નાર્વેકરને અત્યાર સુધીમાં 164 વોટ મળ્યા છે, જે જીતવા માટે જરૂરી 145 વોટ કરતા 19 વધારે છે.

બંધ બારણે મતદાન 

મહારાષ્ટ્ર વિધાનસભામાં નવા સ્પીકરની પસંદગી માટે ઓપન મતદાન યોજવામાં આવ્યું હતું. તમામ ધારાસભ્યોને એક પછી એક તેમનો મત પૂછવામાં આવ્યો હતો.તમામ ધારાસભ્યોએ પોતાનો મત આપ્યો હતો અને તેઓ કોના પક્ષમાં છે તે જણાવ્યું હતું.

 

Back to top button