ઉદ્ધવને મોટો ઝટકો, શિવસેનાના સિમ્બોલ-નામ પર શિંદે જૂથનો અધિકાર
ચૂંટણી પંચે આજે ખુબ જ મહત્વનો ચુકાદો આપતા ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો આપ્યો છે. ચૂંટણી પંચે શિંદે જુથને શિવસેનાનું અધિકારીક નામ આપ્યું છે. અધિકારીક તીર કમાનનું નિશાન પણ શિંદે જૂથને ફાળવી દીધું છે. જેના પગલે હવે ઉદ્ધવ ઠાકરે પાસે ન તો શિવસેનાનો સિમ્બોલ રહેશે કે ન તો તેનું નામ બન્ને શિંદે જૂથના ફાળે ગયું છે.
'Shiv Sena' party name, 'Bow and Arrow' symbol to be retained by Eknath Shinde faction: ECI
Read @ANI Story | https://t.co/Lobu6t0kCv#EknathShinde #Shivsena #BowandArrow #Maharashtra #ECI #UddhavThackeray pic.twitter.com/SmaDZWonIm
— ANI Digital (@ani_digital) February 17, 2023
પહેલા સરકાર ગુમાવ્યા બાદ શિવસેનાને સિમ્બોલ અને નામ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. મહત્વનું છે કે, વિધાનસભામાં ચાર જુલાઇ 2022માં થયેલા શક્તિ પરીક્ષણ દરમિયાન મોટા ભાગના ધારાસભ્યોએ શિંદેનું સમર્થન કર્યું હતું. ફ્લોર ટેસ્ટમાં માત્ર 15 ધારાસભ્યોએ જ ઉદ્ધવ ઠાકરેનું સમર્થન કર્યું હતું. જ્યારે 40 ધારાસભ્યોએ શિંદે જુથને પોતાનું સમર્થન આપ્યું હતું. ત્યાર બાદથી જ આ સમગ્ર મામલો વિવાદિત બન્યો હતો.
EC also observed that the undemocratic norms of the original Constitution of Shiv Sena, which was not accepted by the Commission in 1999 have been brought back in a surreptitious manner further making the party akin to a fiefdom.
— ANI (@ANI) February 17, 2023
શિવસેનાના નામ અને પાર્ટીના સિમ્બોલનો હક એકનાથ શિંદે જૂથને આપી દેવાયો છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ અંગે ચૂંટણી પંચ દ્વારા નિર્ણય જાહેર કરી દેવાયો છે.
બીજી તરફ ચૂંટણી પંચે આપેલા નિર્ણય બાદ ઉદ્ધવ ઠાકરે હવે નામ અને નિશાન બંન્ને ગુમાવી ચુક્યા છે. ચૂંટણી પંચે શિંદે જૂથને પાર્ટીનું નામ અને શિવસેનાનું પ્રતિક તીર કમાન સોંપી દીધું છે. ગત્ત વર્ષે જુનમાં જ્યારે એકનાથ શિંદેએ તખતા પલટ કર્યું હતું તો પાર્ટીમાં બે જુથ ઉભરી આવ્યા હતા. પાર્ટી ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેના સમર્થકો વચ્ચે વહેંચાઇ ગઇ હતી. શિંદે જૂથના બળવા બાદ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને સીએમ પદની ખુરશી પણ ગુમાવવી પડી હતી. ત્યાર બાદ શિંદેએ મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કર્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા હતા.