નેશનલ ડેસ્કઃ શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રીના સમર્થનમાં સામે આવી છે, જેના પર ગેરકાયદેસર રીતે બાર ચલાવવાનો આરોપ છે. કોંગ્રેસ જોઈશ ઈરાનીના મામલાને લઈને ભાજપ પર પ્રહારો કરી રહી છે, ત્યારે શિવસેનાના સાંસદે કહ્યું કે, ‘18 વર્ષની દીકરીને વિલન ન બનાવવી જોઈએ.’
સ્મૃતિ ઈરાનીની પુત્રીનું નામ લીધા વિના પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વીટ કર્યું કે, ‘18 વર્ષના બાળકોને ભારતમાં રેસ્ટોરન્ટ ચલાવવા માટે લાયસન્સ મેળવવા માટેની પ્રક્રિયા શું છે? તેની પણ જાણ નહીં હોય. રાજકારણને બાજુ પર રાખીને, હું 19 વર્ષના બાળકની એક માતા તરીકે વાત કરી રહી છું.’
પ્રિયંકા ચતુર્વેદીના ટ્વીટ પર એક સોશિયલ મીડિયા યુઝરે તેને સવાલ કર્યો હતો. તેણીએ પૂછ્યું કે, ‘શું તેઓ આ વાત ત્યારે કહેતા જ્યારે આ આરોપ કોઈ સામાન્ય વ્યક્તિ પર લગાવવામાં આવ્યો હોત?’ આ અંગે પ્રિયંકાએ કહ્યું, ‘મારો ભાઈ કોઈ પણ પ્રકારની વિશેષાધિકૃત બેકગ્રાઉન્ડમાંથી નથી આવ્યો. 18 વર્ષની ઉંમરે તેણે પણ આ જ સપનું જોયું હતું. મુંબઈમાં તેનું સપનું સાકાર કરવાનો પ્રયાસ કરતી વખતે તેણે ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. આ ઉપરાંત તેને માનસિક બીમારીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. મને ખબર છે કે હું કઈ વાતને લઇને ચિંતિત છું.’
કોંગ્રેસે ગોવામાં બાર પર સ્મૃતિ ઈરાનીની ટીકા કરી હતી
કોંગ્રેસે શનિવારે સ્મૃતિની પુત્રી પર ગેરકાયદેસર બાર ચલાવવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનીને તેમની કેબિનેટમાંથી કાઢી મૂકવી જોઈએ.’ કોંગ્રેસના મીડિયા અને પ્રચારના વડા પવન ખેરાએ કહ્યું, ‘કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના પરિવાર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા છે. ગોવામાં તેમની પુત્રી દ્વારા ચલાવવામાં આવતી રેસ્ટોરન્ટ પર દારૂ પીરસવા માટે નકલી લાઇસન્સ આપવાનો આરોપ છે અને આ કોઈ ‘સૂત્રોને ટાંકીને’ અથવા એજન્સીઓ દ્વારા રાજકીય બદલો લેવા માટે લગાવવામાં આવેલો આરોપ નથી. પરંતુ RTI હેઠળ મળેલી માહિતીમાં ખુલાસો છે.’
સ્મૃતિએ કહ્યું – રાહુલ ગાંધી સામે ચૂંટણી લડવી મારી ભૂલ!
સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના આ આરોપને દુર્ભાવનાપૂર્ણ ગણાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધીના 5,000 કરોડની લૂંટ પર તેમના સ્પષ્ટ વલણને કારણે તેમની પુત્રીને નિશાન બનાવવામાં આવી છે. તેમની ભૂલ એ છે કે, તેમની માતાએ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી સામે ચૂંટણી લડી હતી. ઈરાનીએ કહ્યું કે, કોંગ્રેસે તેમની પુત્રી જોઈશની ચરિત્ર પર સવાલ ઉછાવ્યા હતા અને તેને નિશાન બનાવી હતી. તેમણે વિપક્ષ કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો કે, તેઓ તેમની પુત્રીના કોઈ પણ ગેરરીતિના પુરાવા બતાવે.
આ પણ વાંચોઃ
લો બોલો ! એબી ડી વિલિયર્સે બે વર્ષ પછી વિરાટ કોહલીના ટ્વીટનો આપ્યો જવાબ
વ્યંગ કરતા વિવાદમાં શશિ થરૂર ! જાણો-એવું તો શું કર્યું ટ્વીટ ?