એકનાથ શિંદેના બળવા અને ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ શિવસેના હવે સામે હવે એક પક્ષ તરીકે રાજકીય સંકટ વધી રહ્યું છે. કારણ કે ભાજપના દાવા મુજબ શિવસેના પાર્ટીને ફરી એક મોટો ઝટકો લાગી શકે તેમ છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો છે કે શિવસેનાના સંસદીય દળમાં સમાંતર બળવો થશે. તેમને કહ્યું કે આ માટે રાષ્ટ્રપતિના મતદાનની રાહ જુઓ, સૂત્રોના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા 14 સાંસદ શિવસેના સામે બળવો કરી શકે છે.
શિવસેનાના સાંસદ અને મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે અને કેટલાક વધુ સાંસદો શિવસેનામાં બળવો કરી શકે છે. શ્રીકાંત શિંદે પોતાના પિતાના જૂથ શિવસેનાથી અલગ થઈ ચૂક્યા છે. ભાજપના એક નેતાએ એક ખાનગી ચેનલને ઈન્ટરવ્યૂ આપતા જણાવ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણીના દિવસે ઓછામાં ઓછા 14 સાંસદો NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુની તરફેણમાં મત આપી શકે છે, જે શિવસેનાના સ્ટેન્ડથી અલગ છે. આ સાથે આ સાંસદો શિવસેનાથી અલગ થવાની જાહેરાત પણ કરી શકે છે, હાલ શિવસેનાના લોકસભામાં 19 અને રાજ્યસભામાં 3 સભ્યો છે. એવું માનવામાં આવે છે કે શિવસેનાના ધારાસભ્યોના બળવા બાદ વિભાજનની અસર લોકસભામાં પણ જોવા મળશે અને ઓછામાં ઓછા 14 સાંસદો શિવસેના સામે બળવો કરી શકે છે.
ધારાસભ્યોના સમર્થનમાં ઠાકરેને લખ્યો હતો પત્ર
કલ્યાણથી શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદે ખુલ્લેઆમ પિતા સાથે છે, આ સિવાય યવતમાલના સાંસદ ભાવના ગવળીએ પણ બળવાખોર ધારાસભ્યોના સમર્થનમાં ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં ગવળીએ તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે બળવાખોર ધારાસભ્યોની હિંદુત્વ અંગેની ફરિયાદો દૂર કરવા વાત કરી હતી.થાનેના સાંસદ રાજન વિચારે હાલ શિંદે સાથે જોવા મળી રહ્યા છે, ત્યારે ભાજપના સૂત્રોનું કહેવું છે કે ટૂંક સમયમાં જ શિવસેનાના સંસદીય દળમાં પણ મોટો બળવો થવાનો છે.