ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શિવસેનાએ કેસીઆરની પાર્ટી BRSને બીજેપીની B ટીમ ગણાવતા કહ્યું; હવે ઔવેસીની જગ્યા લેશે

મુંબઈ: ભારતીય રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કેસીઆર મહારાષ્ટ્રમાં પોતાની પાર્ટીનું વિસ્તાર કરવામાં લાગેલા છે. સોમવાર 26 જૂને 600 ગાડીઓના કાફલા સાથે મહારાષ્ટ્રના પંઢરપુર પહોંચ્યા હતા. આના પર શિવસેનાએ શાબ્દિક પ્રહારો કર્યા છે. કેસીઆર પર શિવસેનાના યૂબીટીના મુખપત્ર સામનામાં નિશાનો સાધવામાં આવ્યો છે. તેમને બીજેપીની બી ટીમ જણાવતા કહ્યું છે કે, ઔવેસી પછી હૈદરાબાદથી વધુ એક પાર્ટી મહારાષ્ટ્રમાં મોકલવામાં આવી છે.

સામનામાં લખ્યું છે કે બીઆરએસ ચૂંટણીમાં ઉતરીને વોંટોના ભાગલા પડાવશે જેનાથી બીજેપીને ફાયદો થશે. આ જ તેમનું કામ છે. સામનામાં લખવામાં આવ્યું છે કે, શું કેસીઆર આ બધુ પોતાની પુત્રી કવિતાને ઈડીની રડારથી બચાવવા માટે કરી રહ્યાં છે.

બીજેપીને ફાયદો પહોંચાડશે કેસીઆર- સામના

સામનામાં લખ્યું છે કે કેસીઆરની પુત્રી કવિતાને દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ઈડીની પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. કવિતા દિલ્હીની આપ સરકાર અને તેલંગાણાના કેટલાક દારૂ ઠેકેદારો વચ્ચે મધ્યસ્થની ભૂમિકા ભજવી અને તે માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓ કેસીઆરની પુત્રી વિરૂદ્ધ તપાસ શરૂ કરી છે. જે પછી કેસીઆરે કહ્યું હતુ કે, કેન્દ્રીય તપાસ એજન્સી દબાણની રાજનીતિ કરી રહી છે, પરંતુ અમે તેમના સામે ઝૂકીશું નહીં, અમે લડતા રહીશું. પરંતુ તેઓ જે રાજકીય પગલાઓ ભરી રહ્યાં છે, તે એવા છે જે અપ્રત્યક્ષ રૂપે બીજેપીને ફાયદો પહોંચાડશે.

આ પણ વાંચો- UCC: પીએમ મોદીના નિવેદન પછી મુસ્લિમ પર્સનલ લો બોર્ડે બોલાવી ઇમરજન્સી બેઠક

બીજેપી પર લગાવ્યો કેસીઆરને મોકલવાનો આરોપ

આમાં આગળ કહેવામાં આવ્યું કે તેલંગાણાની રાજધાની હૈદરાબાદ છે અને 2019થી બીજીપી માટે વોટમાં ભાગલા પડાવવાનું કામ કરી રહેલા ઔવેસીનું મુખ્યાલય પણ હૈદરાબાદમાં છે. વોટોનું વિભાજન કરવા માટે ઔવેસી મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં ચાલ્યા ગયા. તેમને પોતાનું કામ ખુબ જ સારી રીતે કર્યું પરંતુ ઔવેસીની ચાલ સમજમાં આવ્યા પછી તે સ્પષ્ટ છે કે મુસ્લિમ અને દલિત એમઆઈએમના ઝાંસામાં આવશે નહીં. તેથી શું હવે બીજેપીએ ઔવેસીની જગ્યાએ કેસીઆરને મેદાનમાં ઉતાર્યા છે? શું કેસીઆર અને તેમની પાર્ટી બીજેપીની બી ટીમના રૂપમાં કામ કરી રહી છે?

લેખમાં બીજેપી પર કેસીઆરનો ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સામનાએ લખ્યું કે પાર્ટી (બીઆરએસ) મહારાષ્ટ્રમાં ચૂંટણી લડશે કે પછી વોટોનું વિભાજન કરીને બીજેપીની રાજકીય મદદ કરશે, આ ચાલ સ્થાનીક લોકોને સમયસર સમજી લેવી જોઈએ.

પરંતુ એકંદરે ચિત્ર એ છે કે તેમની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ ભાજપ માટે વોટ શેરિંગની ‘ચટાઇ’ પાથરવાનું કામ કરશે. સત્ય એ છે કે તેલંગાણામાં કેસીઆરની પાર્ટીના પગ નીચેથી જમીન સરકી રહી છે. જો તેઓ મહારાષ્ટ્રમાં આનો બદલો લઈ રહ્યા છે તો તેઓ રાષ્ટ્રીય હિતને નુકસાન પહોંચાડી રહ્યા છે.

આ પણ વાંચો- મોટરસાઇકલ માર્કેટમાં પહોંચ્યા રાહુલ ગાંધી; કોંગ્રેસે કહ્યું- ભારત જોડો યાત્રા યથાવત

Back to top button