પ્રવાસીઓના સ્વાગત માટે તૈયાર છે શિમલા-મનાલી, ફરવા માટેનો બેસ્ટ સમય
- હિમાચલ પ્રદેશમાં એપ્રિલના આ મહિનામાં પણ ઠંડી અનુભવી શકાય છે. હિમાચલ પ્રદેશના મનાલીમાં પર્યટનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ખુશ છે. સાથે સાથે સહેલાણીઓ પણ બરફ જોવા પહોંચી રહ્યા છે. શિમલા-મનાલી સુધી વેપારીઓ પણ ખુશખુશાલ છે.
દેશભરમાં બોર્ડની એક્ઝામ પૂરી થઈ ગયા બાદ બાળકો માટે પણ મસ્તીનો સમય આવી ગયો છે. હવે લોકો પોતાના ફેમિલી સાથે ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છે. હિમાચલ પ્રદેશ પણ હવે સહેલાણીઓને આવકારવા તૈયાર છે, શિમલા-મનાલી સુધી વેપારીઓ પણ ખુશખુશાલ છે. મેદાની વિસ્તારોમાં ગરમી વધી રહી છે, ત્યારે ગરમીમાંથી રાહત મેળવવા માટે લોકો હિમચાલ તરફ જઈ રહ્યા છે.
હિમાચલ પ્રદેશમાં એપ્રિલના આ મહિનામાં પણ ઠંડી અનુભવી શકાય છે. હિમાચલ પ્રદેશના મનાલીમાં પર્યટનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ખુશ છે. સાથે સાથે સહેલાણીઓ પણ બરફ જોવા પહોંચી રહ્યા છે. અટલ ટનલ પાસે અને લાહોર ઘાટીમાં હજુ પણ ખૂબ બરફ છે.
મનાલીમાં પર્યટનના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ કહી રહ્યા છે કે 15 એપ્રિલથી ગરમીની સીઝન શરૂ થઈ રહી છે, તેથી મનાલી સહિત આસપાસના ક્ષેત્રોમાંથી અત્યારથી જ સહેલાણીઓની ભીડ ઉમટી રહી છે. વીકેન્ડ પર અહીં વધુ ટુરિસ્ટ જોવા મળી રહ્યા છે. મનાલીની નજીક પચાસ ટકાથી વધુ હોટલો પેક થવા લાગી છે.
લાહોલ ખીણમાં બરફ
હિમાચલ પ્રદેશમાં આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં બરફવર્ષા થઈ ન હતી, પરંતુ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ખૂબ જ બરફવર્ષા થઈ. લાહોલ સ્પીતિમાં પણ હિમવર્ષા થઈ હતી. અહીં લેહ મનાલી હાઈવે ખુલી ગયો છે, પરંતુ હજુ રસ્તા પર ખૂબ જ બરફ લાગેલો છે. ટૂરિસ્ટ અટલ ટનલ અને લાહોરની આસપાસ મસ્તી કરવા પહોંચી રહ્યા છે.
મેદાનોમાં પડવા લાગી ગરમી
ચંદીગઢમાં મહત્તમ પારો 29.2 ડિગ્રીની નજીક નોંધાયો હતો. પંજાબના અમૃતસરમાં 30 ડિગ્રી તાપમાન રેકોર્ડ કરાયું હતું. હરિયાણાના શહેરોમાં પણ પારો ચઢેલો છે. ફરીદાબાદમાં 35 ડિગ્રી કરતા વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. હિમાચલમાં હાલમાં પારો ઉનામાં 33 ડિગ્રી નોંધાયો છે, જ્યારે લાહોર સ્પીતિના કેલોંગમાં ન્યૂનતમ તાપમાન -3 ડિગ્રી છે.
આ પણ વાંચોઃ ભારતમાં એપ્રિલમાં ફરવા માટે બેસ્ટ છે આ જગ્યાઓ