ટ્રેન્ડિંગમનોરંજનવીડિયો સ્ટોરી

શિલ્પા શેટ્ટીને એરપોર્ટ પર ચાહકોએ આપી સરપ્રાઈઝ, જૂઓ વીડિયો

Text To Speech

મુંબઈ, 10 ફેબ્રુઆરી: શિલ્પા શેટ્ટી બોલિવૂડની ફિટ અને સ્ટાઇલિશ અભિનેત્રીઓમાંની એક છે. તે અનેકવાર તેની ફિટનેસ અને તેના સ્ટાઈલિસ લૂક સોશિયલ મીડિયા પર શેર કરતી રહેતી હોય છે. આ દિવસોમાં શિલ્પા શેટ્ટી વેબ સિરીઝ ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’માં ભજવેલા તેના પાત્રને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ આ શ્રેણી સાથે OTTની દુનિયામાં પ્રવેશ કર્યો છે. ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. હાલમાં જ તે એરપોર્ટ પર ફોર્મલ લૂકમાં જોવા મળી હતી, જેનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં શિલ્પા શેટ્ટીને તેના એક ફેન્સે સરપ્રાઈઝ આપી છે.

શિલ્પા શેટ્ટીને મળી ગિફ્ટ

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી હાલમાં જ એરપોર્ટ પર જોવા મળી હતી જ્યાં તેના એક ફેન્સે તેને સુંદર સરપ્રાઈઝ આપ્યું હતું. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એરપોર્ટ પર તેનો એક ફેન્સ તેને રેડ સિલ્કનો દુપટ્ટો ગિફ્ટ કરતો જોવા મળે છે. આ અનોખી ભેટ જોઈને અભિનેત્રીના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. અભિનેત્રીએ ગિફ્ટ સ્વીકાર્યા પછી તેના ફેન્સ સાથે ફોટા પડાવ્યા હતા.

અહીં વિડિયો જુઓ:

 

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

એરપોર્ટ પર છવાઈ શિલ્પા શેટ્ટી

એરપોર્ટ પર શિલ્પા શેટ્ટી સફેદ રંગના ટોપ અને બેજ રંગના પેન્ટમાં જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર લોકો શિલ્પાના આ ફેન્સના વખાણ કરી રહ્યા છે. અભિનેત્રીને તેના ફેન્સ માટે જે પ્રેમ છે તે જોઈને લોકો પણ ઘણા ખુશ થઈ રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ વેબ સીરિઝને દર્શકોએ કરી પસંદ

 

 

View this post on Instagram

 

A post shared by prime video IN (@primevideoin)

શિલ્પા શેટ્ટી હાલમાં જ વેબ સીરિઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં જોવા મળી હતી, જેને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. શિલ્પા પહેલીવાર સિનિયર પોલીસના રોલમાં જોવા મળી હતી. આ સિરીઝમાં શિલ્પા શેટ્ટી ઉપરાંત સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિવેક ઓબેરોય જોવા મળ્યા છે.

આ પણ વાંચો: ઋચા ચઢ્ઢા અને અલી ફઝલે પેરેન્ટ્સ બનવાના ન્યુઝને ખાસ અંદાજમાં શેર કર્યા!

Back to top button