શિલ્પા શેટ્ટીએ પતિ રાજની ફિલ્મ UT 69નો કર્યો રિવ્યુઃ એક્ટિંગ પર પણ કોમેન્ટ
- 3 નવેમ્બરે રાજ કુન્દ્રાની ફિલ્મ UT 69 રિલીઝ થઇ ગઇ છે. શિલ્પા શેટ્ટીએ પતિની ફિલ્મ માટે એક લાંબી પોસ્ટ લખી છે અને જણાવ્યું કે તેને ફિલ્મ કેવી લાગી
રાજ કુન્દ્રાની જિંદગી પર બનેલી ફિલ્મ UT 69 આજે એટલે કે 3 નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થઇ ચૂકી છે. આ ફિલ્મ રાજની જિંદગી પર આધારિત છે. 2021માં રાજની પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ થઇ હતી. તેને લગભગ બે મહિના જેલમાં વીતાવવા પડ્યા હતા. ફિલ્મમાં દર્શાવ્યું છે કે ધરપકડ બાદ તેણે કઈ કઈ બાબતોનો સામનો કર્યો છે. પતિને સપોર્ટ કરતી પોસ્ટ પણ તેણે શેર કરી છે અને કહ્યું કે તેનો પતિ બહાદુર છે અને તેને તેના પર ગર્વ છે.
રાજ માટે શિલ્પાની પોસ્ટ
શિલ્પાએ UT 69થી રાજ કુન્દ્રાની એક ક્લિપ શેર કરી અને લખ્યું કે મારા પ્રિય કુકી, હું જાણું છું કે હું ઘણી વાતો કહું છું, પરંતુ તું સ્પેશિયલ અને બહાદુર છે અને મને તારા પર ગર્વ છે. ઘણા બધા લોકો અઘરી પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે, કેટલાક ચિડચિડિયા બની જાય છે, કેટલાક કડવા તો કેટલાક બદલાઈ પણ જાય છે. જે વાતની પ્રશંસા થવી જોઇએ તે એ છે કે તેં કેવી રીતે આટલી સહજતાથી તે વસ્તુનો સ્વીકાર કર્યો અને આ યાત્રાને પોઝિટિવિટી સાથે અપનાવી.
View this post on Instagram
કેવી છે UT 69 ફિલ્મ તે પણ જણાવ્યું
UT 69 વ્યક્તિની ભાવનાને સેલિબ્રેટ કરતી ફિલ્મ છે. તે દર્શાવે છે કે કેવી રીતે કોઇ વિપરિત પરિસ્થિતિઓને તાકાતમાં બદલી શકે છે. તું તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. આપણી બધાની પોતાની જર્ની છે અને તેં તારી જર્ની વિશ્વાસ અને ધૈર્યની સાથે કરી છે. આખરે મહત્ત્વની વાત એ છે કે UT 69 એક મહત્ત્વપૂર્ણ વિષયને સંબોધિત કરવાની સાથે મનોરંજક પણ છે. ડિરેક્ટર શાહનવાઝને પણ અભિનંદન જેણે આ કમાલની કહાનીને ડાર્ક હ્યુમર અને ઇમોશન્સ સાથે દર્શાવી. આ સરળ નહોતું, પરંતુ તેમણે કરી બતાવ્યું. શિલ્પાએ ટીમને પણ અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું કે તમારી ફિલ્મ ખરેખર હાર્ટ ટચિંગ છે.
આ પણ વાંચોઃ બે દિવસ છે પુષ્ય નક્ષત્રનો દુર્લભ સંયોગઃ ખરીદી અને રોકાણ માટે શુભ