શર્લિન ચોપરાએ પોતાના જીવનનો કર્યો ખુલાસો, જાણો શું કહ્યું અભિનેત્રીએ
અભિનેત્રી શર્લિન ચોપરા હાલ ચર્ચા પર છે. શર્લિન ચોપરાએ એક ઈન્ટરવ્યુમાં પોતાના ભૂતકાળના સંબંધોના રહસ્યો જાહેર કર્યા છે. અભિનેત્રીએ જણાવ્યું કે તેનોસબંધ રાજનેતાના પુત્ર સાથે હતો. અભિનેત્રીએ પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા. તેણે એક રાજકારણીના પુત્ર સાથેના તેના સંબંધોનું રહસ્ય પણ જાહેર કર્યું. જેને સાંભળીને અભિનેત્રીના ચાહકો આશ્ચર્યચકિત થઇ ગયા.
શર્લિન ચોપરાએ તેની લવ લાઈફ વિશે પણ વાત કરતા કહ્યું કે એક રાજકારણીના પુત્ર સાથે અફેર હતું. તેણીનો એક બોયફ્રેન્ડ છે જે એક મોટા રાજકારણીનો પુત્ર હતો અને તેણે જે રીતે તેની સાથે વર્તન કર્યું તેના પરથી એવું લાગતું હતું કે તે તેના માટે જે પણ કરી રહ્યો હતો તે માત્ર શારીરિક સંબંધ માટે જ હતો.
તેણીએ વધુમાં જણાવ્યું કે તેનો પૂર્વ બોયફ્રેન્ડ હજુ પણ તેના વતનમાં રહે છે અને તે પણ હવે તેના પિતાની જેમ રાજકારણી બની ગયો છે.આ પછી શર્લિને કહ્યું કે જ્યારે પણ તે પ્રેમ વિશે વિચારે છે ત્યારે તેને તેના પૂર્વ બોયફ્રેન્ડ સાથે વિતાવેલા દિવસો યાદ આવે છે.
આ પણ વાંચો : રિયાનો પિંક સાડી લુક વાયરલ, જુઓ તેની આ વાયરલ તસવીરો