ટોપ ન્યૂઝવર્લ્ડ

શેખ હસીનાએ રાષ્ટ્રપતિ PM મોદીને ભેટમાં મોકલી એક મેટ્રિક ટન કેરી!

Text To Speech

ઇન્ટરનેશનલ ડેસ્કઃ બાંગ્લાદેશના વડ પ્રધાન શેખ હસીનાએ શુક્રવારે ‘કેરી-હિલ્સા કૂટનીતિ’ ચાલુ રાખીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક મેટ્રિક ટન ‘આમ્રપાલી’ કેરી મોકલી હતી. અહીં બાંગ્લાદેશ હાઈ કમિશન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર હસીનાએ રાજદ્વારી માધ્યમો દ્વારા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને આ અનોખી ભેટ મોકલી છે.

વડાપ્રધાન હસીનાએ ગયા વર્ષે કોવિંદ, મોદી અને પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને આસામના મુખ્યમંત્રીઓને પણ કેરી ભેટમાં આપી હતી. અગાઉની પરંપરાને ચાલુ રાખી વડાપ્રધાન હસીનાએ રાષ્ટ્રપતિ કોવિંદ અને વડાપ્રધાન મોદીને ભેટ તરીકે એક મેટ્રિક ટન ‘આમ્રપાલી’ કેરી મોકલી છે, એમ હાઈ કમિશનના નિવેદનમાં જણાવાયું છે.

‘આમ્રપાલી’ કેરી એ 197 માં રજૂ કરવામાં આવેલી કેરીની એક ખાસ જાત છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જ બાંગ્લાદેશ ભારતીય સેનાની મદદથી પાકિસ્તાનથી અલગ થઈને સ્વતંત્ર દેશ બન્યો હતો. કેરીની વાત કરીએ તો તેને દિલ્હીની ભારતીય કૃષિ સંશોધન સંસ્થામાં ડૉ. પીયૂષ કાંતિ મજમુદાર દ્વારા ‘દશેરી’ અને ‘નીલમ’ના સંકર તરીકે વિકસાવવામાં આવી હતી. ત્યારથી આ કેરી સમગ્ર ભારતમાં ખેતરો અને બગીચાઓમાં ઉગાડવામાં આવી રહી છે.

Back to top button