ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરીસ્પોર્ટસ

IND Vs SA ટેસ્ટ ક્રિકેટમાં શેફાલી વર્માએ કર્યું મોટું કારનામું, આજ સુધી નથી થયું આવું….

Text To Speech
  • ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં શેફાલી વર્માએ સતત બેવડી સદી ફટકારીને રચ્યો ઈતિહાસ
  • શેફાલી ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારી બીજી ભારતીય ક્રિકેટર બની

ચેન્નાઈ, 28 જૂન: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ચેન્નાઈમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ મેચના પહેલા દિવસથી જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. જેનું મુખ્ય કારણ ટીમના બે ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા છે. શેફાલી વર્માએ આ મેચમાં બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે.

શેફાલીએ ફટકારી બેવડી સદી

ટેસ્ટ મેચના પહેલા દિવસે શેફાલી વર્માએ શાનદાર બેટિંગ કરી હતી. શેફાલીની આ પ્રથમ ટેસ્ટ મેચ છે અને તેની પહેલી જ ટેસ્ટ મેચમાં શેફાલીએ બેવડી સદી ફટકારી હતી. પોતાની ઇનિંગમાં 23 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. શેફાલીને તેની બેવડી સદી માત્ર 194 બોલમાં ફટકારી હતી.

શેફાલી મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનારી પ્રથમ બેટ્સમેન બની. આ સિવાય શેફાલી મહિલા ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારી બીજી ભારતીય બેટ્સમેન બની ગઈ છે. શેફાલી પહેલા ટીમ ઈન્ડિયાની પૂર્વ કેપ્ટન મિતાલી રાજે ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારી હતી. મિતાલી રાજે વર્ષ 2002માં બેવડી સદી ફટકારી હતી.

સ્મૃતિ મંધાનાએ પણ ફટકારી સદી

આ મેચમાં સ્મૃતિ મંધાનાએ પણ શાનદાર બેટિંગ કરી હતી અને શાનદાર સદી ફટકારી હતી. મંધાનાએ આ મેચમાં 149 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન સ્મૃતિ મંધાનાએ 27 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. સ્મૃતિની પણ આ પ્રથમ ટેસ્ટ સદી હતી.

આ પણ વાંચો: જસપ્રીત બુમરાહ સાથે અમ્પાયરે કેમ હાથ નહીં મિલાવ્યો હોય? વીડિયો વાયરલ

Back to top button