ઉત્તર ગુજરાતગુજરાત

અરવલ્લી જિલ્લાના પ્રથમ મહિલા SP તરીકે શેફાલી બરવાલે સંભાળ્યો ચાર્જ

Text To Speech

તાજેતરમાં જ ગુજરાત રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા 70 SPની બદલી કરવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લામાં SP તરીકે શેફાલી બરવાલની નિમણૂક કરવામા આવી છે. ત્યારે આજે તેઓએ અરવલ્લી જિલ્લા એસપી તરીકે ચાર્જ સંભાળ્યો હતો.

અરવલ્લી જિલ્લાના પ્રથમ મહિલા એસપી શેફાલી બરવાલે ચાર્જ સંભાળ્યો

શેફાલી બરવાલ આજે અરવલ્લી જિલ્લામાં એસપી તરીકે ચાર્જ સંભાળવા માટે આવી પહોંચ્યા હતા. ત્યારે અહીં આવતાની સાથે જ તેઓ ભગવાન શામળિયાના આશીર્વાદ લઈ સીધા જિલ્લા SP કચેરી પહોંચ્યા હતા. શૈફાલી બરવાલ (2016 બેચ)ની અરવલ્લી-મોડાસા જિલ્લાના નવા પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે. બરવાલ હાલમાં ગાંધીનગરમાં રાજ્ય ટ્રાફિક શાખાના પોલીસ અધિક્ષક છે.

શેફાલી બરવાલ-humdekhengenews

જિલ્લા SP કચેરી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપીને ભવ્ય સ્વાગત કરાયું

જિલ્લા SP કચેરી ખાતે જિલ્લાના નવા SP શેફાલી બરવાલનું હાજર પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ ગાર્ડ ઓફ ઓનર આપીને ભવ્ય સ્વાગત કર્યું હતું. મહત્વનું છે કે આ જિલ્લો બન્યો ત્યાંથી મહિલા એસપી તરીકે પ્રથમ મહિલાએ ચાર્જ સંભાળ્યો છે.

શેફાલી બરવાલ-humdekhengenews

જાણો શેફાલી બરવાલએ શું કહ્યું ?

આ પ્રસંગે તેઓએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય એ તેમનીમુખ્ય પ્રાથમિકતા હશે આ સાથે જ અરવલ્લી સરહદી વિસ્તાર છે તો તેના માટે ખાસ સ્ટ્રેટેજી બનાવીને કડક હાથે કામ લઈશું તેમ પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો : ભવાનીદાદા- આઝાદીની સંઘર્ષભરી કાળી રાત્રી અને સ્વતંત્ર ભારતની સોનેરી સવારની સજીવન સાબિતી

Back to top button