શીઝાન ખાનની મુશ્કેલી વધી : કોર્ટે 14 દિવસ માટે મોકલ્યો કસ્ટડીમાં, પરિવારે આપી પ્રતિક્રિયા
અભિનેત્રી તુનિષા શર્મા આત્મહત્યા કેસના આરોપી અને તુનિષાના કથિત બોયફ્રેન્ડ શીઝાન ખાનની મુશ્કલીઓ દિવસે ને દિવસે વધતી જાય છે. તુનિષાની માતા વનિતા શર્માએ લગાવેલા આરોપ બાદ મુંબઈ પોલીસે શીઝાનની ધરપકડ કરી હતી, ત્યારબાદ તેને વસઈ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં તેના પહેલી વખત 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા અને હવે વસઈ કોર્ટે આજે ફરી આરોપી શીઝાન ખાનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે.
આ પણ વાંચો : શીઝાન ખાનની મુશ્કેલીઓ વધી : ડ્રગ્સ સહિત હિંસા અને ધર્માંતરણના લાગ્યા ગંભીર આરોપો
25 ડિસેમ્બરે શીઝાન ખાનની ધરપકડ કરવામાં આવી
શીઝાન ખાન દિવંગત અભિનેત્રી તુનિષાનો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અને સહ અભિનેતા છે. તુનિષા 24 ડિસેમ્બરના રોજ તેના ટીવી શો ‘અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ’ના સેટ પર મેકઅપ રૂમમાં લટકતી હાલતમાં જોવા મળી હતી, જેનું શીઝાન સાથે બ્રેકઅપ થયું હતું. આ પછી અભિનેત્રીની માતા વનિતા શર્માના આરોપ બાદ 25 ડિસેમ્બરે શીઝાન ખાનની આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 27 લોકોના નિવેદન નોંધ્યા છે.
Tunisha death: Vasai Court sends accused Sheezan Khan to 14-day judicial custody
Read @ANI Story | https://t.co/qblKfDX91z#TunishaSharma #TunishaSharmaDeath #SheezanKhan pic.twitter.com/NsSNMOJJZ8
— ANI Digital (@ani_digital) December 31, 2022
પોલીસે શુક્રવારે વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી
બીજી તરફ પોલીસે શુક્રવારે કોર્ટમાં અરજી કરી શીઝાનના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે તુનિષા શર્મા ઉપરાંત શીઝાન ખાનના અન્ય કોઈ યુવતી સાથે સંબંધ હતા. તુનિષા શર્મા મૃત્યુ કેસમાં કસ્ટડીમાં લીધા બાદ તેણે તેના મોબાઈલમાંથી ઘણી ચેટ્સ પણ ડિલીટ કરી દીધી હતી. પોલીસે એમ પણ કહ્યું હતું કે, શીઝાન તપાસમાં સહકાર આપતો ન હતો અને જ્યારે તેની “ગુપ્ત ગર્લફ્રેન્ડ” સાથેની ચેટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે વારંવાર નિવેદનો બદલ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે રિકવર કરાયેલી કેટલીક ચેટ્સ અનુસાર, આરોપી અન્ય ઘણી છોકરીઓ સાથે પણ વાત કરતો હતો. જે બાદ કોર્ટે શીઝાનના રિમાન્ડમાં એક દિવસનો વધારો કર્યો હતો.
તુનીષાની માતાએ શીઝાન પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા
આ ઉપરાંત, દિવંગત અભિનેત્રીની માતા વનીતા શર્માએ ગતરોજ પ્રેસ કોન્ફરન્સમાં શીઝાન પર અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા અને “હત્યા”ની આશંકા પણ વ્યક્ત કરી હતી. તુનિષા શર્માની માતાએ કહ્યું હતું કે, શીઝાન ખાન પણ ડ્રગ્સ લેતો હતો. જો કે તે ક્યારે ડ્રગ્સ લેતો તેની ખબર નથી. આ ઉપરાંત શીઝાન ખાન તુનિષા પર ઇસ્લામ કબૂલ કરવા દબાણ કરતો હતો અને શીઝાને તુનિષા પર હાથ ઉપાડ્યો હતો.