શીઝાન ખાનને કોર્ટમાંથી રાહત, ‘Khatron Ke Khiladi -13’માં જોવા મળશે


શીઝાન ખાનની અરજી પર સુનાવણી કરતી વખતે વસઈ કોર્ટે પાસપોર્ટ આપવા અને વિદેશ જવા અને ટીવી સિરિયલ રિયાલિટી શોમાં કામ કરવાની મંજૂરી આપી છે. આ ઓર્ડર 10 જુલાઈ 2023 સુધીનો છે. પરત આવ્યા બાદ પાસપોર્ટ પરત જમા કરાવવાનો રહેશે. શીઝાન ખાન ટૂંક સમયમાં રોહિત શેટ્ટીના સ્ટંટ શો ‘Khatron Ke Khiladi’ની 13મી સીઝનમાં જોવા મળી શકે છે. શીઝાન ખાન કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યો હતો, જેના કારણે તે શોના નિર્માતાઓને કોઈ જવાબ આપી શક્યો ન હતો.
શીજાનની બહેન ફલક નાઝે શું કહ્યું?
શીજાનના વકીલે કહ્યું- ‘અમે માનનીય કોર્ટનો ખૂબ ખૂબ આભાર માનવા માંગીએ છીએ કે તેમણે શીજાનને ખતરોં કે ખિલાડી શો માટે વિદેશ જવાની મંજૂરી આપી છે.’ અભિનેતા શીજાને પણ કહ્યું- ‘મને કોર્ટમાં પૂરો વિશ્વાસ હતો. ન્યાય ક્યારેય મરતો નથી. કોર્ટમાં સુનાવણી દરમિયાન અભિનેતાની બહેન ફલક નાઝ પણ ત્યાં હાજર હતી. આવી સ્થિતિમાં, શીજાનની બહેને કહ્યું- ‘હું ખૂબ જ ખુશ છું કે મારો ભાઈ ફરી એકવાર તેના પગ પર ઉભો છે અને તે હવે તેના ભાવિ જીવન માટે કમાઈ શકશે.’
શું હતો મામલો?
તમને જણાવી દઈએ કે, ટીવી એક્ટર શીજાન ખાનને તેની કો-સ્ટાર તુનિષા શર્માના કેસમાં આરોપી બનાવવામાં આવ્યો હતો. તુનિષા શર્માની માતાએ શીજાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. અભિનેતા પર આરોપ હતો કે ‘તુનીષાએ શીજાનના કારણે મોતને ભેટી હતી’.
તુનિષા શર્માએ એક ટીવી શોના સેટ પર કથિત રીતે આત્મહત્યા કરી હતી. તુનિષા અને શીઝાન અલીબાબાઃ દાસ્તાન-એ-કાબુલ શોમાં સાથે કામ કરતા હતા. 24 ડિસેમ્બરે આ શોના સેટ પર તુનિષા મૃત હાલતમાં મળી આવી હતી. આ ઘટનાના બીજા જ દિવસે શીજાનની ધરપકડ કરવામાં આવી હતી અને તેનો પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. ઘટનાના 70 દિવસ બાદ શીજાનને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.એક્ટર શીજાન ખાનને 5 માર્ચે જામીન મળ્યા હતા.