ગુજરાતમાં લમ્પી બાદ વધુ એક ગંભીર રોગે પગપેસારો કર્યો, પશુઓ ટપોટપ મર્યા
ગુજરાત રાજ્યમાં લમ્પી વાયરસ બાદ વધુ એક ગંભીર રોગે પગપેસારો કર્યો છે. તેમાં ગાય બાદ હવે ઘેંટામાં ગંભીર રોગ ફેલાયો છે. જેમાં રાજ્યમાં લમ્પી વાયરસે અનેક પશુઓનો ભોગ લીધો છે. ત્યારે રાજ્યમાં પશુઓ પર વધુ એક રોગ પશુઓનો ભોગ લઇ છે. જેના કારણે પશુપાલકોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
લમ્પી વાયરસથી 2350 પશુઓ ભોગ બન્યા
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં લમ્પી વાયરસથી 2350 પશુઓ ભોગ બન્યા છે. તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં 38 ઘેટાંમાં શીપ પોક્સના કેસ જોવા મળ્યા છે. જેના કારણે 18 ઘેટાંના મોત નીપજ્યા છે. રાજ્યમાં લમ્પી વાયરસ બાદ હવે ઘેટાંમાં શીપ પોક્સની બીમારી જોવા મળી રહી છે. જેમાં હિમતપુરાના એક જ પશુપાલકના 38 ઘેટાંમાં શીપ પોક્સના કેસ જોવા મળ્યા હતા.
2283 ઘેટાંનું રસીકરણ પણ કરવામાં આવ્યું
જેમાંથી 18 ઘેટાંના મોત નીપજ્યા છે. જે બાદ 2283 ઘેટાંનું રસીકરણ પણ કરવામાં આવ્યું છે. જોકે, આ બીમારી અન્ય ગામોમાં ન ફેલાય તે માટે સરકાર દ્વારા ત્વરીત પગલા લેવામાં આવ્યા છે. લમ્પી વાયરસ ગાયમાં જોવા મળે છે. તેમજ શીપ પોક્સ વાયરસ ઘેટામાં જોવા મળતો ચેપી રોગ છે. તે સૌમ્ય ઓર્ફ કરતા અલગ પોક્સ વાયરસને કારણે થાય છે. શીપ પોક્સ વાયરસ એરોસોલ છે અને તે ચેપગ્રસ્ત પ્રાણીના સંપર્ક દ્વારા પણ ફેલાઇ શકે છે. જેમાં શીપ પોકસ ઘેટામાં લાળ, મળ, દૂધ, સ્ત્રાવ અથવા સ્કેબ દ્વારા પણ ફેલાઈ શકે છે.