ઉત્તર ગુજરાત

ધ લીલા હોટલના રેમ્પ ઉપર વિશાળ રાષ્ટ્રધ્વજ સાથે શૌર્ય યાત્રા યોજાઈ

Text To Speech

G20 અને 75માં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગાંધીનગરની ધ લીલા હોટલના રેમ્પ ઉપર 1551 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળાઈ ધરાવતા વિશાળ રાષ્ટ્ર ધ્વજ સાથે શૌર્ય યાત્રા યોજાઈ હતી.

દેશને G-20 નું પ્રતિનિધિત્વ મળ્યું છે અને સર્વે 15 સમિટ ગુજરાતમાં યોજાવા જઈ રહી છે જેના ભાગરૂપે અને 75માં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 19મી જાન્યુઆરીના રોજ રાજ્ય શિક્ષણ સંકુલ સેક્ટર 25 ખાતેથી ધ લીલા હોટલના રેમ્પ પર એક અદભુત રીતે 1551 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળાઈ ધરાવતા વિશાળ રાષ્ટ્રધ્વજ સાથે 30મી શૌર્ય મહાયાત્રા નું આયોજન રાધે-રાધે પરિવાર ગાંધીનગર, ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ અને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : વિકાસ કામોની ગ્રાન્ટની જવાબદારી જિલ્લા અને નગર સ્તરે સોંપવામાં આવી, જાણો શું થશે તેનો લાભ

ગાંધીનગર - Humdekhengenews

આ કાર્યક્રમમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશભાઈ મકવાણા, પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જશવંતભાઈ પટેલ, રાકેશભાઈ કોર્પોરેટરની ઉપસ્થિતિ જોવા મળી હતી, સાથે યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સમગ્ર યાત્રા દરમિયાન સ્વચ્છતા અને કોરોનાની ગાઈડલાઈનનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. 30મી શૌર્ય મહાયાત્રા “વસુધૈવ કુટુંબકમ્” એટલે કે સમગ્ર વિશ્વ એક પરિવાર અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું.

Back to top button