ઉત્તર ગુજરાતગુજરાત
થરાદમાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા કરાયું શસ્ત્ર પૂજન


પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા થરાદ ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજ લોકો મોટી સંખ્યામાં વસે છે. ત્યારે દશેરાનો દિવસ એટલે સત્યનો અસત્ય પરનો વિજય અને દેવી વૃત્તીનો આસુરી વૃત્તિ પરનો વિજય એટલે ભક્તિમય ખુશાલીનો દિવસ. આ દિવસ જગદંબાની આરાધનાની પૂર્ણાહુતિનો દિવસ પણ ગણાય છે.
ત્યારે થરાદ ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી વિદ્યાવિહાર ઉચ્ચ માધ્યમિક સ્કૂલ ખાતે રાજપૂત સમાજના આગેવાનોને ઉપસ્થિતિમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પંડિત દ્વારા શાસ્ત્રોક્ત વિધિ- વિધાન અનુસાર આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ અંગે રાજપૂત સમાજના આગેવાન ડી. ડી. રાજપૂત દ્વારા શસ્ત્ર પૂજન કરાયા બાદ નવરાત્રી અને દીપાવલીની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
આ પણ વાંચો : પાલનપુર : અંબાજી મંદિરમાં સાણંદના માઇ ભક્તે રૂ.13,11,000ના સોનાનું આપ્યું દાન