ટ્રેન્ડિંગધર્મમનોરંજન

બ્રહ્માની માનસપુત્રી છે ષષ્ઠી દેવીઃ ભોજપુરી ગાયિકાનો છઠ પૂજા પર રેકોર્ડ

Text To Speech
  • અભિનેત્રીમાંથી ગાયિકા બનેલી અક્ષરા સિંહે મહાપર્વ પર ‘છઠી મઇયા કરિહા દુહાર’ આલ્બમ રીલીઝ કર્યું છે. આમ તો છઠ પૂજાના એકાદ વીક પહેલા દરેક ભોજપુરી ગાયકનો મ્યુઝિક વીડિયો રિલીઝ થાય છે, પરંતુ  સિંગર અક્ષરા સિંહે એક જ દિવસમાં આ વીડિયો બનાવી લીધો છે.

મહાપર્વ છઠ પૂજાની શરૂઆત આજથી થઈ ગઈ છે. આ પૂજા ચાર દિવસ ચાલે છે. છઠ પૂજા કહો કે ષષ્ઠી પૂજા કારતક મહિનાના શુક્લ પક્ષની ષષ્ઠી એટલે કે છઠના દિવસે ઉજવાય છે. ઉત્તર ભારતમાં અને ખાસ કરીને ઉત્તરપ્રદેશ તથા બિહારમાં આ એક પ્રસિદ્ધ તહેવાર છે. આ પર્વની શરૂઆત આજથી થઈ છે અને ચોથા દિવસે ઉષા અર્ઘ્ય સાથે આ પર્વનું સમાપન થાય છે. આ પર્વમાં ઉગતા અને ડૂબતા સૂર્યની પૂજા કરવામાં આવે છે.

આ મહાપર્વ સાથે જોડાયેલી અનેક માન્યતાઓ છે. છઠ મૈયાને ષષ્ઠી દેવી પણ કહેવાય છે. ષષ્ઠી દેવીને બ્રહ્માની માનસપુત્રી કહેવાઈ છે. તે નિસંતાનોને સંતાન આપે છે. એવી શ્રદ્ધા છે કે ભગવાન સૂર્ય અને છઠ માતાની પૂજા અર્ચના જે લોકો વિધિ વિધાન સાથે કરે છે, ષષ્ઠી દેવી તેમના સંતાનોની રક્ષા કરે છે. તેને દીર્ઘાયુ આપે છે. સંતાનની કુશળતા પ્રાપ્ત થાય છે.

હિન્દુ સમાજમાં બાળક જન્મે ત્યારે છઠા દિવસે આ જ દેવી છઠી દેવી કે ષષ્ઠી દેવીની પૂજા કરવામાં આવે છે. તેમને દેવી કાત્યાયનીના નામથી પણ ઓળખવામાં આવે છે. છઠ્ઠા નોરતે પણ આ દેવીની પૂજા કરવામાં આવે છે. છઠ પૂજાનું સમાપન સોમવારે ઉષા અર્ધ્ય સાથે થશે.

બ્રહ્માની માનસપુત્રી છે ષષ્ઠી દેવીઃ ભોજપુરી ગાયિકાનો છઠ પૂજા પર રેકોર્ડ hum dekhenge news

ભોજપુરી ગાયિકાનો છઠ પૂજા પર રેકોર્ડ

અભિનેત્રીમાંથી ગાયિકા બનેલી અક્ષરા સિંહે મહાપર્વ પર ‘છઠી મઇયા કરિહા દુહાર’ આલ્બમ રીલીઝ કર્યું છે. આમ તો છઠ પૂજાના એકાદ વીક પહેલા દરેક ભોજપુરી ગાયકનો મ્યુઝિક વીડિયો રિલીઝ થાય છે, પરંતુ આ સુપર હોટ એકટ્રેસ અને સિંગર અક્ષરા સિંહે એક જ દિવસમાં આ વીડિયો બનાવી લીધો છે. તેણે કોઈ પણ તૈયારી વગર થોડા શોટ્સ નાંખીને વીડિયો રિલીઝ કરી દીધો છે. અક્ષરા તેની વ્યસ્તતાના લીધે વીડિયો રીલીઝ કરી શકી ન હતી, તો તેણે એક જ દિવસમાં ગીતનું રેકોર્ડિંગ કરી દીધું અને વીડિયો બનાવીને રિલીઝ પણ કરી દીધો છે.

Back to top button