ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિગ્ગજ નેતા શશિ થરુર અને કોંગ્રેસને ક્યાં વાંકું પડ્યુ,પાર્ટીમાં તેમની ભૂમિકા સ્પષ્ટ કરવાની વાત કહી

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી 2025: કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરુર પાર્ટીથી નારાજ હોવાનું કહેવાય છે. કહેવાય છે કે, તેમણે રાહુલ ગાંધીને પાર્ટીમાં તેમની ભૂમિકા સ્પષ્ટ કરવા માટે કહ્યું છે. કેરલમાં આગામી વર્ષે એપ્રિલમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. પણ આ અગાઉ રાજ્યના મોટા નેતા શશિ થરુરને લઈને કોંગ્રેસમાં ખેંચતાણ શરુ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 18 ફેબ્રુઆરીના રોજ થરુરની પાર્ટી નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત થઈ હતી. મુલાકાતમાં શશિ થરુરે રાહુલ ગાંધીને કહ્યું કે, પાર્ટીમાં તેમની ભૂમિકા સ્પષ્ટ કરવામાં આવે. થરુરે એવું પણ કહ્યું કે, પાર્ટીમાં તેમને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે, પણ રાહુલ ગાંધીએ તેમને કોઈ આશ્વાસન આપ્યું નથી. કોંગ્રેસ પાર્ટી પણ આ મુલાકાત પર કંઈ કહેવા તૈયાર નથી. જો કે કેરલ કોંગ્રેસ શશિ થરુર પર આકરું વલણ અપનાવી રહ્યું છે. આ બધું જોતા હવે શશિ થરુરે એવું ટ્વિટ કર્યું છે, જે ચર્ચાનો વિષય બન્યો છે.

અંગ્રેજી કવિ થોમસ ગ્રેની કવિતા ઓડ ઓન એ ડિસ્ટેંટ પ્રોસ્પેક્ટ ઓફ ઈટન કોલેજનો એક કોટ શેર કરતા થરુરે એક્સ પર લખ્યું- થોટ ઓફ ધ ડે: જ્યાં અજ્ઞાનતા આનંદ છે, ત્યાં બુદ્ધિમાન હોવું મૂર્ખતા છે.

થોડા દિવસ પહેલા જ્યારે પીએમ મોદી ફ્રાન્સ અને અમેરિકા ગયા હતા, તો થરુરે તેમના વિશે ખૂબ જ સકારાત્મક વાતો કહી હતી. તેમણે કહ્યું હતું કે આપણા પ્રધાનમંત્રીને એઆઈ એક્શન સમિટમાં એક સહ અધ્યક્ષના નાતે મહત્વપૂર્ણ ભૂમિકા મળી છે તો તે આપણા દેશ માટે ખૂબ જ સારી વાત છે. તેની સાથે જ તેમણે અમેરિકામાં ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ તરત પીએમ મોદી સાથે મીટિંગને ખૂબ જ મહત્વની ગણાવી હતી. આ મામલો કોંગ્રેસમાં પણ શાંત નહોતો થયો કે તેમણે કેરલની લેફ્ટ ફ્રન્ટ સરકારની સ્ટાર્ટ અપ સાથે જોડાયેલી નીતિઓના વખાણ કરતો એક લેખ લખ્યો. તેનાથી નારાજ થઈને કોંગ્રેસના અમુક નેતાઓએ પાર્ટી હાઈકમાન્ડને ફરિયાદ કરી. કેરલ વિધાનસભામાં વિપક્ષના નેતા વી.ડી. સતીશને કહ્યું કે, ન પાર્ટી કે ન તેઓ જાણે છે કે, થરુર કઈ પરિસ્થિતિઓમાં આથવા આંકડાના આધાર પર આલેખ લખ્યો હતો. પાર્ટી આ પરિસ્થિતિઓ અથવા આંકડાઓની પડતાલ કરી શકે છે. જેના આધાર પર તેમણે આ લેખ લખ્યો છે.

શશિ થરુર ઓલ ઈંડિયા પ્રોફેશનલ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી હટાવ્યા બાદ પાર્ટીમાં કોઈ પદ પર નથી. કોંગ્રેસ અધ્યક્ષ માટે તેમણે મલ્લિકાર્જૂન ખડગે વિરુદ્ધ ચૂંટણી પણ લડી હતી અને 2022માં તત્કાલિન પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટી નેતૃત્વ પર સવાલો ઉઠાવનારા જી23 નેતાઓમાં પણ સામેલ હતા.

આ પણ વાંચો: IND vs PAK: ફ્રીમાં અહીં જોઈ શકશો ભારત-પાકિસ્તાનની આજની મેચ, દુબઈનું ગ્રાઉન્ડ ભારત માટે લકી

Back to top button