ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શશિ થરૂરના આસિસ્ટન્ટની સોનાની દાણચોરીના આરોપમાં દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ

Text To Speech
  • કસ્ટમ્સ વિભાગની IGI એરપોર્ટ પર કોંગ્રેસ સાંસદ શશિ થરૂરના સહાયક વિરુદ્ધ કાર્યવાહી 

નવી દિલ્હી, 30 મે: દિલ્હી એરપોર્ટ પરથી બુધવારે એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે. મળતી માહિતી મુજબ, દિલ્હી કસ્ટમ્સે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરના સહાયક(Assistant)ની ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, કસ્ટમ્સ વિભાગે સોનાની દાણચોરીના કેસમાં શશિ થરૂરના સહાયકની ધરપકડ કરી છે. આ ઘટના સામે આવ્યા બાદ બધા ચોંકી ગયા છે.

 

આ સમગ્ર મામલો શું છે?

દિલ્હી કસ્ટમ્સ વિભાગે શશિ થરૂરના સહાયક શિવકુમારની ધરપકડ કરી છે. કસ્ટમ્સે સોનાની દાણચોરીના કેસમાં શિવકુમારની ધરપકડ કરી છે. અહેવાલોમાં કસ્ટમ સૂત્રોને ટાંકીને જણાવ્યા મુજબ, શશિ થરૂરના સહાયક  શિવ કુમાર IGI એરપોર્ટ પર તેના એક માણસ પાસેથી વિદેશથી લાવેલું સોનું લઈ રહ્યો હતો. પછી કસ્ટમ વિભાગે તેને પકડી લીધો.

30 લાખની કિંમતનું સોનું ઝડપાયું

મળતી માહિતી મુજબ, શશિ થરૂરના સહાયક શિવકુમાર પાસેથી મળી આવેલા સોનાની કિંમત લગભગ 30 લાખ રૂપિયા છે. તે દુબઈથી આવી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. હવે કસ્ટમ વિભાગના અધિકારીઓએ તેની પૂછપરછ કરી છે. તેમને પૂછવામાં આવ્યું છે કે, આ સોનાનો સ્ત્રોત શું છે. તે આ સોનું ભારત શા માટે લાવી રહ્યો હતો?

આ પણ જુઓ: CM પટનાયકે PMના સ્વાસ્થ્યવાળા નિવેદન પર આપ્યો જવાબ, કહ્યું: તેઑ મને કૉલ કરી શકે છે

Back to top button