અમદાવાદમાં શ્રેયસ અય્યરે લોકોના દિલ જીતી લીધા, 100 થવાના હતા છતાં સદી પુરી ન કરી, જાણો કેમ આવું કર્યું?


IPL 2025 GT vs PBKS: ગુજરાત ટાઈટંસે પોતાની આઈપીએલ 2025 સીઝન 18ની પહેલી મેચ પંજાબ કિંગ્સ સામે 11 રને હારી ગઈ. આ મેચમાં પંજાબ કિંગ્સના નવા કપ્તાન શ્રેયસ અય્યરે શાનદાર પ્રદર્શન કર્યું. જો કે અય્યર આ મેચમાં પોતાની સદી પુરી શક્યો નહીં. તેની પાછળનું કારણ ખુદ શશાંક સિંહે જણાવ્યું છે.
કેમ પુરી ન થઈ અય્યરની સદી
ગુજરાત ટાઈટંસને હરાવ્યા બાદ પંજાબ કિંગ્સના વિસ્ફોટક બેટ્સમેન શશાંક સિંહે જણાવ્યું કે, હું શ્રેયસ અય્યરને પૂછવાનો હતો કે શું તેમને સ્ટ્રાઈકની જરુર છે. પણ અગાઉ તેમણે આવીને મને કહ્યું કે શશાંક મારા 100ની ચિંતા ન કરતો, બસ દરેક બોલ પર શોટ લગાવજે. આ એક ટીમ ગેમ છે. પણ તે સમયે નિસ્વાર્થ હોવું મુશ્કેલ છે, શ્રેયસ તેમાંથી એક છે. આઈપીએલમાં સદી આસાનીથી નથી મળતી.
શ્રેયસ અય્યરે રમી હતી 97 રનની ઈનિંગ્સ
આ મેચમાં શ્રેયસ અય્યરે શાનદાર બેટીંગ કરતા 42 બોલમાં નોટઆઉટ 97 રનની ઈંનિગ્સ રમી. પોતાની ઈનિંગ્સ દરમ્યાન અય્યરે 5 ચોગ્ગા અને છ છગ્ગા લગાવ્યા હતા. અય્યર આસાનીથી આ મેચમાં પોતાની સદી પુરી શક્યો હોત. પણ તેણે સદીનું વિચાર્યું નહીં. જો અય્યર સદી મારતો તો આ તેની આઈપીએલ કરિયરની પહેલી સદી હોત.
શશાંક સિંહનો ધમાકો
શશાંક સિંહે આ મેચમાં ગુજરાત ટાઈટંસના બોલર્સની ખૂબ ધોલાઈ કરી. શશાંકે બેટીંગ કરતા ફક્ત 16 બોલમાં 44 રનની નોટઆઉટ ઈનિંગ્સ રમી. પોતાની ઈનિંગ્સ દરમ્યાન શશાંકે 6 ચોગ્ગા અને 2 સિક્સ ફટકારી હતી.
આ પણ વાંચો: બ્રિટનના આકાશમાં ફરતી જોવા મળી વિચિત્ર વસ્તુ, ખગોળશાસ્ત્રીએ તેનું રહસ્ય ખોલ્યું