ટ્રેન્ડિંગમનોરંજન

81 વર્ષના થયા શર્મિલા ટાગોર, સૈફ-સોહાએ કર્યુ સેલિબ્રેશન, જુઓ Inside Photos

  • પુત્રી સોહા અલી ખાને સોશિયલ મીડિયા પર આ ખાસ પ્રસંગની એક ઝલક શેર કરી છે, જેમાં આખો પરિવાર સાથે ઉજવણી કરતો જોવા મળ્યો હતો

HD ન્યુઝ ડેસ્કઃ બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી શર્મિલા ટાગોર Sharmila Tagore 8 ડિસેમ્બરે 81 વર્ષના થયા છે . તેમણે નવી દિલ્હીમાં તેમના પરિવાર અને નજીકના મિત્રો સાથે સાદગી અને પ્રેમથી પોતાનો 81મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેમની પુત્રી સોહા અલી ખાને Saif and Soha સોશિયલ મીડિયા પર આ ખાસ પ્રસંગની એક ઝલક શેર કરી છે, જેમાં આખો પરિવાર સાથે ઉજવણી કરતો જોવા મળ્યો હતો.

સૈફ અલી ખાન અને સારા અલી ખાન પણ આ ઉજવણીમાં હાજર રહ્યા હતા. જોકે સૈફની પત્ની કરીના કપૂર ખાન ગેરહાજર રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Soha (@sakpataudi)

શર્મિલા ટાગોરના જન્મદિવસની ઝલક

સોહા અલી ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર ઘણા ફોટા શેર કર્યા છે. તેમાં સારા, સૈફ અને સોહા – ત્રણેય દિલ્હીમાં – એક રેસ્ટોરાંમાં શર્મિલા ટાગોર સાથે પોઝ આપતા જોવા મળ્યા, જ્યારે બીજામાં સૈફ, સારા અને શર્મિલા ક્રિસમસ સજાવટ સાથે શાહી અંદાજમાં દેખાતા હતા.

શર્મિલાના કેટલાક નજીકના મિત્રો પણ આ ઉજવણીનો ભાગ હતા. સોહાએ એક વીડિયો શેર કર્યો જેમાં તેઓ બધા સાથે મળીને હેપ્પી બર્થડે ગાય છે અને શર્મિલાએ બે કેક કાપી હતી. એક ચોકલેટ અને એક વેનીલા કેક. પોસ્ટ શેર કરતા સોહાએ લખ્યું છે કે મારી અમ્માને જન્મદિવસની શુભકામનાઓ.

સારા અલી ખાને પણ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તસવીરો શેર કરી અને લખ્યું છે, અમારા પરિવારના ચાંદ અને સૂરજને જન્મદિવસની શુભકામનાઓ… લવ યૂ બિયોન્ડ વર્ડ્સ બડી અમ્મા. કરીના કપૂરે તેની સાસુને શુભેચ્છા પાઠવતા કેટલાક અનસીન ફેમિલી ફોટો પણ પોસ્ટ કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

શર્મિલા ટાગોરનું મોટા પરદે કમબેક

લાંબા વિરામ પછી શર્મિલા ટાગોરે 2025 માં બંગાળી ફિલ્મ પુરાતન સાથે મોટા પડદા પર કમબેક કર્યું છે. સુમન ઘોષ દ્વારા દિગ્દર્શિત અને રિતુપર્ણા સેનગુપ્તાના પ્રોડક્શન હાઉસ દ્વારા નિર્મિત ભાવના આજ ઓ કાલ હેઠળ બનેલી ફિલ્મમાં શર્મિલા એક માતાની ભૂમિકામાં છે જેની યાદશક્તિ ધીમે ધીમે ઓછી થઈ રહી છે. રિતુપર્ણા તેની પુત્રીની ભૂમિકા ભજવે છે, જ્યારે ઈન્દ્રનીલ સેનગુપ્તા અને બ્રિષ્ટિ રોય પણ મુખ્ય ભૂમિકાઓમાં દેખાય છે. પુરાતન ફિલ્મને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો અને તે 2025 ની સૌથી સફળ બંગાળી ફિલ્મોમાંની એક બની છે.

આ પણ વાંચોઃ પર્ફોર્મન્સ દરમિયાન પડ્યા સિંગર મોહિત ચૌહાણ, મદદ માટે દોડ્યા ડોક્ટર, વાયરલ વીડિયોનું સત્ય શું છે?

Back to top button