ટ્રેન્ડિંગધર્મશ્રી રામ મંદિર

હરિહરનનું ભજન શૅર કરતા PMએ કહ્યું, ‘રામ ભક્તિમાં લીન થઈ જવાશે’

Text To Speech
  • આજે (9 જાન્યુઆરી)એ વડાપ્રધાને મશહૂર ગાયક હરિહરનના ભગવાન રામને સમર્પિત ભજનને ટ્વીટર પર શૅર કર્યું છે. તેમણે લોકોને આ ભજન સાંભળવાની પણ અપીલ કરી છે

નવી દિલ્હી, 9 જાન્યુઆરીઃ યોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થવાની છે. તેની જોર શોરથી તૈયારીઓ ચાલી રહી છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર ભગવાન રામ સાથે જોડાયેલા ભજનોને લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ શેર કરી રહ્યા છે. આજે (9 જાન્યુઆરી)એ વડાપ્રધાને મશહૂર ગાયક હરિહરનનું ભગવાન રામને સમર્પિત ભજનને ટ્વીટર પર શૅર કર્યું છે. તેમણે લોકોને આ ભજન સાંભળવાની પણ અપીલ કરી છે અને કહ્યું કે આ ભજન ભગવાન રામની ભક્તિમાં લીન કરી દે તેવું છે.

આ અદ્ભૂત ભજનનો આનંદ જરૂર લેજોઃ પીએમ

હરિહરનના ભજનની યુટ્યુબ લિંકને શેર કરતા પીએમ મોદીએ કહ્યું કે હરિહરનજીના અદ્ભુત સુરથી સજાવેલું આ રામ ભજન દરેક વ્યક્તિને પ્રભુ શ્રીરામની ભક્તિમાં લીન કરનારું છે. તમે આ અદ્ભૂત ભજનનો આનંદ જરુર લેજો. આ પહેલા પીએમ મોદીએ મશહૂર ગાયક હંસરાજ રઘુવંશીના ભજન પણ શેર કર્યા હતા અને લોકોને સાંભળવાની અપીલ કરી હતી. બિહારની રહેવાસી સ્વાતિ મિશ્રાના એ ભજનને પીએમ મોદીએ શેર કર્યું હતું, જેણે ગાયું હતું કે ‘રામ આયેંગે તો અંગના સજાઉંગી’

પીએમ મોદીએ કરી આવી રચનાઓને શેર કરવાની અપીલ

વર્ષ 2023ના છેલ્લા રવિવારે મનકી બાત કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરને લઈને દેશભરમાં ઉત્સાહનો ઉલ્લેખ કરતા લોકોને આગ્રહ કર્યો હતો કે આ સંબંધિત ભજન જેવી પોતાની રચનાઓ સોશિયલ મીડિયા પર હેશટેગ શ્રીરામ ભજન સાથે શેર કરે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે કેટલાક અનુભવી કલાકારો અને ઉભરતા કલાકારોએ હ્રદયને સ્પર્શી જતા ભજનોની રચના કરી છે. પીએમ મોદીએ કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહ અને ઉમંગ છે. લોકો પોતાની ભાવનાઓ અનેક અલગ અલગ રીતે વ્યક્ત કરી રહ્યા છે. તમે નોંધ્યું હશે કે છેલ્લા કેટલાક દિવસ દરમિયાન શ્રીરામ અને અયોધ્યા પર અનેક નવા ગીત અને નવા ભજન રચાયા છે. પીએમ મોદીના આ સંબોધન બાદ સોશિયલ મીડિયા પર શ્રીરામના ભજનોની બહાર આવી છે.

આ પણ વાંચોઃ USમાં ‘જય શ્રી રામ’ના નાદથી ગુંજી ઊઠ્યું હ્યુસ્ટન, નીકળી વિશાળ કાર રેલી

Back to top button