નેશનલ

21 વર્ષ જુનો વિડીયો શેર કરી વડાપ્રધાન મોદી એ કહ્યું, “યાદો તાજી થઇ ગઈ”

Text To Speech

વડાપ્રધાન મોદીની ઉત્તરાખંડની મુલાકામાં , 21 ઓક્ટોબરે સવારે તેઓ કેદારનાથ મંદિર પહોંચીને તમણે ભગવાન શંકરની પૂજા કરી. ત્યારબાદ તેઓ બદ્રીનાથ ગયા ને ત્યાં ભગવાન વિષ્ણુની પૂજા કરી. બદ્રીનાથના માણા ગામમાં સડકો અને રોપવેના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન તેમણે જનસભાને પણ સંબોધિત કરી હતી.

પીએમ મોદીની ઉત્તરાખંડ મુલાકાત દરમિયાન મોદી આર્કાઇવ નામના ટ્વિટર એકાઉન્ટ પરથી તેમનો 21 વર્ષ જુનો વિડીયો શેર કરવામાં આવ્યો આ ત્યારનો છે, જયારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પણ ન હતા. ત્યારે એ સમયમાં તેઓ ઉત્તરાખંડ ગયા હતા અને ત્યાં લોકોને સંબોધિત કર્યા હતા.

આ પણ વાંચો:ગુજરાતના મુખ્યમંત્રીએ હજારો અસરગ્રસ્તોના લાભ માટે જનહિતકારી નિર્ણય લીધો

તમને જણાવીએ કે આ વીડિયો 13 મે 2001નો છે. તે સમયે નરેન્દ્ર મોદી ભાજપના મહામંત્રી હતા. આ પછી, 3 ઓક્ટોબર 2001 ના રોજ, તેઓ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.

તેમના સબોધનમાં મોદી કહે છે કે, જયારે ઉત્તરાંચલ (ઉત્તરાખંડ) બન્યું હતું ત્યારે કહેવામાં આવતુ હતું કે નાના રાજ્યો બેકાર છે. ઉદ્યોગોને તકો નથી મળી. આપણે આ પરિસ્થિતિને ઉલટાવી દેવી પડશે. આપણે ઉત્તરાંચલની ઓળખ બચાવી રાખવાની છે. આપને રાજ્યના પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કરવાનો છે. એક છે આધ્યાત્મિક પ્રવાસન, તેને જાળવવાની સાથે આજની પેઢીને કેટલીક વધુ જરૂરિયાતો જોઈએ છે. ઉત્તરાંચલ પાસે 100 કરોડનું બજાર છે. આ દેશમાં જન્મેલ દરેક નાગરિક ગંગામાં ડૂબકી મારવાં માંગે છે. દેશનો દરેક નાગરિક પોતાના માતા – પિતાને બદ્રીનાથ અને કેદારનાથની યાત્રાએ લઇ જવા માંગે છે. 100 કરોડનું માર્કેટ તમારી સામે છે. તમારી એવી યોજના એવી હોઈ જેનાથી 100 કરોડ દેશવાસી અહીં સરળતાથી આવે તથા એમનું સ્વાગત થઇ શકે.

Back to top button