અનિલ અંબાણીને બલ્લે બલ્લે, દરરોજ અપર સર્કિટ પર રિલાયન્સ પાવરના શેર
- છેલ્લા 5 સેશનમાં રિલાયન્સ પાવરનો શેર રૂ. 23.50 થી વધીને રૂ. 31.53 થયો છે. આ રીતે, આ શેરે માત્ર 5 દિવસમાં રોકાણકારોને 33 ટકા વળતર આપ્યું છે
મુંબઈ, 12 જૂન: મોદી કેબિનેટ 2024માં મંત્રાલયોની ફાળવણી બાદ બજારને આશા છે કે આગામી 5 વર્ષમાં પાવર થીમ ભારતીય શેરબજારમાં કામ કરશે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેરની વાત કરીએ તો તે છેલ્લા 5 સેશનથી સતત ઉપર ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં કેટલાક વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે કે શું અનિલ અંબાણીની રિલાયન્સ પાવર મોદી 3.0માં માર્કેટ લીડર તરીકે ઉભરી શકે છે? આ કંપની હાલમાં તેજીમાં છે એમ પણ કહી શકાય કેમ કે રિલાયન્સ પાવર સંપૂર્ણપણે દેવા મુક્ત થઈ ગયું છે.
આજે પણ શેરના ભાવ વધ્યો
બુધવારે શરૂઆતના કારોબારમાં રિલાયન્સ પાવરના શેરમાં પણ અપર સર્કિટ લાગી હતી. તે 10 ટકા અથવા રૂ. 2.86 વધીને રૂ. 31.53 પર પહોંચી ગયો છે. આ શેર આજે રૂ. 28.67 પર ખૂલ્યો હતો. આ શેરનો 52 સપ્તાહનો સૌથી વધુ ભાવ રૂ. 34.35 છે. જ્યારે 52 સપ્તાહની નીચી કિંમત 13.80 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 12,665.51 કરોડ છે.
શું છે ટાર્ગેટ્સ?
છેલ્લા 5 સેશનમાં રિલાયન્સ પાવરનો શેર રૂ. 23.50 થી વધીને રૂ. 31.53 થયો છે. આ રીતે, તેણે માત્ર 5 દિવસમાં રોકાણકારોને 33 ટકા વળતર આપ્યું છે. આ શેરના લક્ષ્યાંક ભાવ અંગે, ચોઈસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુમિત બગડિયાએ જણાવ્યું હતું કે રિલાયન્સ પાવરના શેરે રૂ. 28 પર નવો બ્રેકઆઉટ આપ્યો હતો. ચાર્ટ પેટર્ન પર આ સ્ટોક પોઝિટિવ દેખાઈ રહ્યો છે. શેર રૂ. 32 પર પ્રતિકારનો સામનો કરી રહ્યો છે. આ સ્તરને પાર કર્યા પછી, આ શેર ટૂંક સમયમાં 36 રૂપિયા સુધી જવાની આશા છે.
દેવા મુક્ત બની કંપની
પ્રોફિટમાર્ટ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ અવિનાશ ગોરક્ષકરે લાઈવ મિન્ટને જણાવ્યું કે, ‘અનિલ અંબાણીની રિલાયન્સ પાવર દેવા મુક્ત કંપની બની ગઈ છે. તેથી, હવે આ સ્ટોક લાંબા ગાળાના રોકાણકારોને આકર્ષી રહ્યો છે જેઓ જોખમ લઈ શકે છે. જો કે, આગામી થોડા ક્વાર્ટરમાં કંપની કેવું પ્રદર્શન કરે છે તેના પર ઘણું નિર્ભર રહેશે. દેવા મુક્ત કંપનીનો અર્થ એ નથી કે તે નક્કર ફંડામેન્ટલ્સ ધરાવતી ગુણવત્તાયુક્ત કંપની હશે.
આ પણ વાંચો: અદાણી ગ્રુપે સંરક્ષણ ક્ષેત્રે UAE ના EDGE ગ્રુપ સાથે કર્યો કરાર, જાણો ડીલ વિશે