Share Marketમાં ઉતાર-ચઢાવ યથાવત, સેન્સેકસ 58114 પર ખૂલ્યો
ભારતીય શેરબજારમાં ઉતાર-ચઢાવ છતાં તેજી જળવાઈ રહી છે. આજે બુધવાર એટલે કે 3 ઓગસ્ટ 2022 ના રોજ શેરબજારમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆત આજે લીલા નિશાનમાં થઈ છે. જોકે આ વધારો હળવો હતો. સેન્સેક્સ આજે 37 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો. જ્યારે નિફ્ટીમાં 3 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે શરૂઆતના ટ્રેડમાં માર્કેટમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે અને માર્કેટ ક્યારેક લાલ નિશાનમાં તો ક્યારેક લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યું છે. બીજી તરફ બેન્કિંગ ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શરૂઆતના કારોબારમાં PSU બેન્કો અને ખાનગી બેન્કો લાલ નિશાન પર ટ્રેડ થઈ રહી છે.
શેરબજારમાં આજે ઉતાર-ચઢાવ
બીજી તરફ સેન્સેક્સ 37.75 પોઈન્ટ (0.06%)ના વધારા સાથે 58174.11 ના સ્તર પર ખુલ્યો. બીજી તરફ નિફ્ટી 50માં પણ થોડો અપટ્રેન્ડ જોવા મળ્યો હતો. નિફ્ટી 50 આજે 3.80 પોઈન્ટ (0.02%)ના વધારા સાથે 17349.25 ના સ્તર પર ખુલ્યો. કારોબારની શરૂઆતની 5 મિનિટમાં સેન્સેક્સે 58292.17ની ઊંચી સપાટી બનાવી છે અને 58067ની નીચી સપાટી બનાવી છે. બીજી તરફ નિફ્ટીએ 17382.50ની ઊંચી સપાટી અને 17311.80ની નીચી સપાટી મૂકી છે.