શેર બજારમાં હાહાકાર: રોકાણકારોના 3.40 લાખ કરોડ ડૂબ્યા, સેન્સેક્સ 75,000 પોઈન્ટથી નીચે આવ્યો

Share Market: શેરબજારમાં આજે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ભારતીય શેર બજારમાં પાછલા કારોબારી અઠવાડીયામાં મોટા ઘટાડો બાદ સોમવારે શેર માર્કેટ લાલ નિશાન સાથે ખુલ્યું હતું. બોમ્બ સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળા સેન્સેક્સ ખુલતાની સાથે જ 500 અંકથી વધારે તૂટી ગયા, જ્યારે નિફ્ટી 159 અંક તૂટીને ખુલ્યો. આ દરમ્યાન શરુઆતી કારોબારમાં લાર્જકેપમાં સામેલ 30માંથી 29 શેરની શરુઆત પણ ઘટાડા સાથે થઈ હતી. સૌથી વધારે ઘડાટો ઝોમેટોના શેરમાં જોવા મળી. શેર બજાર પર ફરી એક વાર અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ લગાવવાની ધમકીની અસર જોવા મળી છે.
સોમવારે BSE સેન્સેક્સ 74,893.45 પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ 75,311.06 થી નીચે ગયો અને ત્યારબાદ ઘટાડો વધુ તીવ્ર બન્યો અને ત્યારબાદ સેન્સેક્સ 74,730 ના સ્તરે સરકી ગયો. બીજી તરફ, નિફ્ટી 22,609.35 પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ 22,795.90 થી નીચે હતો, અને થોડીવારમાં, સેન્સેક્સની સાથે, તે 200 પોઈન્ટ ઘટીને 22,607 પર પહોંચી ગયો.
૫ મિનિટમાં ૩.૪૦ લાખ કરોડનું નુકસાન
શેરબજારમાં ઘટાડો એટલો તીવ્ર હતો કે માત્ર 5 મિનિટમાં, BSE પર લિસ્ટેડ કંપનીઓના કુલ બજાર મૂલ્યમાં લગભગ 3.40 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો. વૈશ્વિક બજારમાં ઘટાડા વચ્ચે, બ્રાન્ડર માર્કેટમાં પણ અરાજકતા જોવા મળી. બીએસઈના બધા ક્ષેત્રીય સૂચકાંકો પણ લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે.
સવારે ૯.૨૦ વાગ્યાની આસપાસ, બીએસઈ-લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ઘટીને રૂ. ૩૯૮.૮૦ લાખ કરોડ થયું. આ રીતે, સોમવારે બજાર ખુલ્યાની થોડી મિનિટોમાં BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 3.40 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો.
રોકાણકારોની નજર આના પર છે
ટ્રમ્પ ટેરિફ અને વૈશ્વિક બજારની સ્થિતિ ઉપરાંત, રોકાણકારો હાલમાં કેટલાક મહત્વપૂર્ણ આર્થિક ડેટા પર નજર રાખી રહ્યા છે, જે બજારની સ્થિતિ અને દિશા નક્કી કરી શકે છે. બે દિવસ પછી, એટલે કે 26 ફેબ્રુઆરીએ, યુએસ હોમ સેલ્સના ડેટા જાહેર કરવામાં આવશે, જ્યારે યુએસ જીડીપી વૃદ્ધિનો બીજો અંદાજ 27 ફેબ્રુઆરીએ આવશે. આ પછી, 28 ફેબ્રુઆરીએ, ભારત સરકાર ચાલુ નાણાકીય વર્ષ (2024-25) ના ત્રીજા ક્વાર્ટર માટે GDP ડેટા અને આગામી નાણાકીય વર્ષ માટે GDPનો બીજો એડવાન્સ અંદાજ જાહેર કરશે. રોકાણકારો આ આંકડાઓ પર નજર રાખશે.
આ પણ વાંચો: તમામ હિંદુઓને એક માનીએ છીએ પણ; હિંદુ સમાજમાં એકતા અંગે મોહન ભાગવતનું મોટું નિવેદન.