બિઝનેસ

શેરબજારમાં તેજી: શ્રાવણનાં પહેલા સોમવારે સેન્સેક્સ- નિફ્ટીમાં ઉછાળો

Text To Speech

આજે શેરબજારમાં સતત ચોથા દિવસે તેજી રહી હતી. જેને લઈને સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાનમાં ખુલવામાં સફળ થયા છે. BSE સેન્સેક્સ અથવા 0.44 ટકાના વધારા સાથે 57,823.10 પર ખુલ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 0.50 ટકાના ઉછાળા સાથે 17,243.20 પર ખુલ્યો હતો.

સતત ચોથા દિવસે બજાર તેજી સાથે ખુલ્યું

આજના કારોબારમાં NSEનો નિફ્ટી સારી વૃદ્ધિ દર્શાવે છે. તેના 50માંથી 33 શેરોમાં વધારો નોંધાઈ રહ્યો છે અને બાકીના 17 શેરો ઘટાડાનાં લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. બેન્ક નિફ્ટી 26.6 પોઈન્ટ એટલે કે 37,518 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. રૂપિયામાં આજે પણ મજબૂતી જોવા મળી રહી છે. આજે સવારે તે 13 પૈસાની મજબૂતી સાથે 79.11ના સ્તરે ખુલ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ અને મારુતિના શેર શરૂઆતના વેપારમાં તેજીમાં જોવા મળી રહ્યા છે.

Back to top button