દશેરાના ચાર દિવસ બાદ ઉજવાશે શરદ પૂર્ણિમા, જાણો શુભ સમય અને મહત્ત્વ
- શરદ પૂર્ણિમા પર ભગવાન વિષ્ણુ અને જગતજનની માતા લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે ચંદ્ર ભગવાનની પણ વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે
HD ન્યુઝ ડેસ્કઃ સનાતન ધર્મમાં પૂર્ણિમા વ્રતનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. આમ તો દરેક મહિનાના શુક્લ પક્ષમાં પૂર્ણિમાનું વ્રત રાખવામાં આવે છે, પરંતુ શરદ પૂર્ણિમા એક અલગ જ મહત્ત્વ ધરાવે છે. શરદ પૂર્ણિમા વ્રત આસો મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ અને જગતજનની માતા લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે ચંદ્ર ભગવાનની પણ વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. જાણો શરદ પૂર્ણિમા ક્યારે છે, પૂજાનો સમય શું છે અને તેનું શું મહત્ત્વ શું છે.
શરદ પૂર્ણિમા 2024ની શુભ તારીખ
અશ્વિન મહિનાની પૂર્ણિમાની તારીખ 16 ઓક્ટોબરે રાત્રે 8:40 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 17 ઓક્ટોબર સાંજે 4:55 વાગ્યે સમાપ્ત થશે. શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ભગવાનની પૂજા કરવામાં આવે છે, તેથી શરદ પૂર્ણિમા 16 ઓક્ટોબર, બુધવારે આવશે.
શરદ પૂર્ણિમાનું પૂજન મુહૂર્ત
લાભ-ઉન્નતિ મુહૂર્ત- સવારે 6:22 થી 7:48 સુધી
અમૃત-સર્વોત્તમ મુહૂર્ત- સવારે 7:48 થી 9:14 સુધી છે.
બીજું લાભ – ઉન્નતિ મુહૂર્ત – સાંજે 4:23થી સાંજે 5:49 સુધી છે.
શરદ પૂર્ણિમાનું મહત્ત્વ
ધાર્મિક માન્યતાઓ અનુસાર, સનાતન ધર્મમાં શરદ પૂર્ણિમાનું ખૂબ મહત્ત્વ છે. આ દિવસે દાન કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તેની સાથે જ વ્યક્તિને બધી પરેશાનીઓમાંથી પણ મુક્તિ મળે છે. આ દિવસે દિવ્ય સંયોગનો લાભ લેવા માટે, ગાયના દૂધમાંથી બનેલી ખીર ખાવાનો મહિમા છે.
તેને આખી રાત ચંદ્રના કિરણોની સામે રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ખીરને સવારે ખાવાથી ઘણા ઔષધીય ફાયદા મળે છે. તેમજ ચંદ્ર ભગવાનની કૃપા રહે છે.
પૂર્ણિમાના દિવસે ચંદ્ર દર્શન ક્યારે થશે?
દ્રિક પંચાંગ અનુસાર શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર જોવાનો સમય સાંજે 5.04 કલાકનો હશે. આ દિવસે વ્રત રાખનારા લોકોએ ચંદ્રના દર્શન કર્યા પછી જ પારણા કરવા જોઈએ. આમ કરવાથી ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને ચંદ્ર ભગવાનની કૃપા જળવાઈ રહે છે. તેનાથી ઘરમાં પણ ખુશીઓ આવે છે.
આ પણ વાંચોઃ નવરાત્રીમાં કરશો આ વસ્તુઓનું દાન તો જીવન રહેશે ખુશખુશાલ