ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે દિલ્લીમાં પવાર, કહ્યું-“કોઈને મળવા નથી આવ્યો”

Text To Speech

મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. આ દરમિયાન દિલ્હી પહોંચતા જ શરદ પવારે કહ્યું કે “અમે અહીં કોઈને મળીશું નહીં, અમારી મીટિંગ છે.” તેમણે કહ્યું કે અમે અહીં યશવંત સિંહાના નામાંકન માટે આવ્યા છીએ. તે જ સમયે, તેઓ સંજય રાઉતના નિવેદન પર પ્રતિક્રિયા આપવાનું ટાળતા જોવા મળ્યા હતા. 27 જૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હા દિલ્હીમાં પોતાનું નામાંકન દાખલ કરશે. શરદ પવાર તેમના નામાંકનમાં હાજરી આપવા માટે દિલ્હી પહોંચી ગયા છે.

જોકે, તે એવા સમયે દિલ્હી પહોંચ્યા છે જ્યારે મહારાષ્ટ્રમાં રાજકીય સંઘર્ષ ચાલી રહ્યો છે. રવિવારે શિંદે જૂથની અપીલ બાદ કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે બળવાખોર ધારાસભ્યોના પરિવારોને સુરક્ષા આપવામાં આવી રહી છે. 25 જૂન, શનિવારે, એકનાથ શિંદે જૂથે કેન્દ્રીય ગૃહ સચિવ અને રાજ્યપાલને પત્ર લખીને સુરક્ષા પ્રદાન કરવા વિનંતી કરી હતી. જેના પગલે તમામ ધારાસભ્યોના ઘરે CRPF જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ ધારાસભ્યોને Y+ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે.

બીજી તરફ કેન્દ્ર સરકાર સમક્ષ એકનાથ શિંદે જૂથે પણ મહારાષ્ટ્ર સરકાર પાસે તેમના પરિવાર માટે સુરક્ષાની માંગ કરી હતી. જો કે, તેના જવાબમાં રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ધારાસભ્યોની સુરક્ષામાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી. આ સાથે જે ધારાસભ્યોના ઘરોમાં તોડફોડ કરવામાં આવી છે ત્યાં પોલીસ ફોર્સ તૈનાત કરવાની સૂચના પણ આપવામાં આવી છે. દરમિયાન અપક્ષ સાંસદ નવનીત રાણાએ પણ બળવાખોર ધારાસભ્યોના પરિવારજનો માટે સુરક્ષાની માંગણી કરી હતી. તેમણે કહ્યું કે વર્તમાન સંજોગોમાં મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ. જો કે હવે સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર દ્વારા બળવાખોર ધારાસભ્યોને સુરક્ષા આપવામાં આવી રહી છે.

Back to top button