વડાપ્રધાન મોદીને મળ્યા શરદ પવાર, જાણો કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ
- શરદ પવારની સાથે આવેલા સતારાના બે ખેડૂતોએ વડાપ્રધાન મોદીને દાડમની ભેટ આપી
નવી દિલ્હી, 18 ડિસેમ્બર: NCP-SCPના વડા શરદ પવાર આજે બુધવારે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ દરમિયાન શરદ પવારે પીએમ મોદી સાથે ખેડૂતોના મુદ્દા પર ચર્ચા કરી. આ બેઠક બાદ પવારે કહ્યું કે, દાડમના ખેડૂતોને લઈને તેમણે પીએમ મોદી સાથે વાત કરી છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, શરદ પવારની સાથે સતારાના બે ખેડૂતોએ વડાપ્રધાન મોદીને દાડમની ભેટ આપી છે.
NCP-SCP chief Sharad Pawar, accompanied by pomegranate farmers from Satara and Faltan, met with Prime Minister Narendra Modi and presented him with pomegranates. Sharad Pawar emphasized that they did not have political discussions in the meeting. https://t.co/Jx5EUxR5At
— ANI (@ANI) December 18, 2024
શા કારણે કરી મુલાકાત?
મળતી માહિતી મુજબ, NCP-SCPના વડા શરદ પવાર સતારા અને ફલટનના દાડમ ખેડૂતો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અને તેમને દાડમ ભેટ આપ્યા. શરદ પવારે ભારપૂર્વક જણાવ્યું કે, બેઠકમાં કોઈ રાજકીય ચર્ચા થઈ નથી. તાજેતરમાં, શરદ પવારે વડા પ્રધાનને પત્ર લખીને ફેબ્રુઆરીમાં રાષ્ટ્રીય રાજધાનીના તાલકટોરા સ્ટેડિયમમાં આયોજિત 98મા મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કરવા આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાન સાથેની મુલાકાત બાદ પવારે કહ્યું કે, મેં સાહિત્ય સંમેલનના વિષય પર વાત કરી નથી.
વડાપ્રધાન મોદી સાથે શરદ પવારની આ મુલાકાત એવા સમયે થઈ જ્યારે તાજેતરમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન બાયનબાજીમાં તણાવ જોવા મળ્યો હતો. આ ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી (MVA)ને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ જૂઓ: ડૉ. આંબેડકર અંગે અમિત શાહના નિવેદન પર રાજકીય વિવાદ, જાણો શું છે સમગ્ર મામલો?