કેન્દ્રીય કેબિનેટ ઓફરની ચર્ચા પર શરદ પવારે ભાજપ પર કર્યા પ્રહાર
HD ન્યૂઝ ડેસ્ક: મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી વડા શરદ પવારની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે જે કેન્દ્રીય કેબિનેટ ઓફરની ચર્ચાએ માત્ર અફવા છે, અજિત સાથે યોજાયેલી બેઠકમાં કોઈ રાજકીય ચર્ચા થઈ નથી, તેમને કોઈ ઓફર અપાઈ નથી.
શરદ પવારે ભાજપ કર્યા આકરા પ્રહાર
રાજકીય ઉથલપાથલ વચ્ચે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી વડા શરદ પવારની પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, INDIAની આગામી બેઠક મુંબઈમાં યોજાશે. ભાજપ અને તેના સાથી પક્ષો વિપરીત કામ કરી રહ્યા છે. ભાજપ સામે લડવા માટે સફળ રણનીતિ બનાવીશું. પવારે એમ પણ કહ્યું કે, વિભાજન દિવસ ઉજવવાનો નિર્ણય ખોટો હતો. ભાજપ લોકો વચ્ચે તિરાડ ઉભી કરવા માંગે છે અને લોકોને ધર્મ, સમાજના આધારે વિભાજીત કરી રહી છે.
તેમણે વધુમાં કહ્યું કે, ભાજપ સરકારોને અસ્થિર કરી રહી છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સરકારોને અસ્થિત કરવામાં આવી છે. મણિપુર હિંસા અંગે તેમણે કહ્યું કે, મણિપુર સંવેદનશીલ રાજ્ય છે અને ત્યાં વધુ સાવધાની રાખવાની જરૂર છે. ત્યાંની મહિલાઓ પર થતા અત્યાચારો ભયાનક છે. વડાપ્રધાને મણિપુર પર વધુ બોલવું જોઈતું હતું.
કેમ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ?
પુણેમાં શરદ પવાર અને અજિત પવાર વચ્ચે એક બિઝનેસમેનના આવાસ પર મુલાકાત યોજાઈ હતી. સૂત્રો મુજબ શરદ પવાર શનિવારે બપોરે 1 વાગે કોરેગાંવ પાર્ક વિસ્તારમાં બિઝનેસમેનને ત્યાં પહોંચ્યા હતા અને સાંજે 5 વાગ્યે તેઓ પરત ફર્યા હતા. ત્યારબાદ 2 કલાક બાદ સાંજે પોણા સાત વાગે અજિત પવાર પણ પરિસરમાંથી બહાર નિકળતા જોવા મળ્યા. આ બંનેની મુલાકાત બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ગરમાયું હતું. જોકે આ બાબતે શરદ પવારે સ્પષ્ટતા કરતા કહ્યું કે, તે મારો ભત્રીજો છે. ભત્રીજાને મળવામાં શું ખોટું છે ? જો પરિવારનો કોઈ વરિષ્ઠ વ્યક્તિ પરિવારના અન્ય કોઈ સભ્યને મળવા માંગે છે, તો તેમાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ.
આ પણ વાંચો: લોકસભાની ચૂટણીને લઈને ગુજરાત કોંગ્રેસની તૈયારીઓ શરુ, સમગ્ર રાજ્યમાં કરશે પદયાત્રા